Home Automobile Know These 5 Iconic Bikes Of India Which Are Still The First Choice Of Bike Lovers Today

ભારતની એવી બાઇકસ જે આજે પણ છે બાઇક લવર્સની પહેલી પસંદ! : RX 100 થી Hero Karizma સુધી, જાણો એવી બાઇક્સ વિશે

ભારતની એવી બાઇકસ જે આજે પણ છે બાઇક લવર્સની પહેલી પસંદ!
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 01:31 PM IST

5 iconic bikes of India : ભારતીય મોટરસાયકલિંગનો ઇતિહાસ માત્ર મુસાફરી પૂરતો મર્યાદિત નથી, પણ તે એક જુસ્સો રહ્યો છે. કેટલાક મશીનો એવા આવ્યા જેને સમયના સાથે પોતાની એક અલગ ઓળખ બનાવી. આ બાઇક્સે માત્ર પર્ફોર્મન્સ જ નહીં, પણ પોતાની ખાસ ડિઝાઇન અને અવાજથી લોકોના દિલ જીતી લીધા છે. આજે જ્યારે ઇલેક્ટ્રિક બાઇક્સનો જમાનો આવી રહ્યો છે, ત્યારે પણ જૂની કાર અને બાઇકસના શોખીનો (Collectors) આ 5 આઇકોનિક બાઇક્સ માટે લાખો રૂપિયા ખર્ચવા તૈયાર હોય છે.

1. Yamaha RX 100 : રસ્તાઓનો 'પોકેટ રોકેટ'

1985 માં જ્યારે Yamaha એ RX 100 લોન્ચ કરી, ત્યારે ભાગ્યે જ કોઈને ખબર હશે કે, આ બાઇક એક Legend બની જશે. 1996 સુધી ચાલેલા આ મોડલની ખાસિયત તેની લાઇટ વેટ ફ્રેમ અને ગજબની સ્પીડ હતી.

Yamaha RX 100 નું એન્જિન : 100cc Two-stroke.

Yamaha RX 100 ની ખાસિયત : તેનો અનોખો અવાજ અને પાવર-ટુ-વેઇટ રેશિયો એટલો પરફેક્ટ હતો કે, તે પલક ઝપકતા જ સ્પીડ પકડી લેતી હતી. આજે પણ રીસ્ટોર્ડ RX 100 ની કિંમત નવી બાઇક્સ કરતા પણ વધારે જોવા મળે છે.

2. Hero Honda Karizma ZMR : યુવાનોની ધડકન

જ્યારે ભારતમાં સ્પોર્ટ્સ બાઇકનો ક્રેઝ શરૂ થયો, ત્યારે Karizma ZMR એ રસ્તાઓ પર ધૂમ મચાવી દીધી હતી. 2012 ની આસપાસ આવેલી આ બાઇક તેની ફૂલ-ફેરિંગ બોડી અને પ્રીમિયમ લુક માટે જાણીતી હતી.

Hero Honda Karizma ZMR ની પાવર : 223cc એન્જિન, જે 20bhp પાવર જનરેટ કરતું હતું.

Hero Honda Karizma ZMR ની સ્પીડ : તેની ટોપ સ્પીડ 129 કિમી/કલાક હતી, જે તે સમયે મોટી વાત ગણાતી. કલેક્ટર્સ માટે આ ભારતની શરૂઆતની શ્રેષ્ઠ સ્પોર્ટ્સ બાઇક્સમાંની એક છે.

3. 1968 Royal Enfield G2 Bullet : અસલી રાજવી અનુભવ

બુલેટનો અવાજ એટલે કે 'થમ્પ' સાંભળીને જ ખબર પડી જાય કે રસ્તા પર કંઈક ખાસ આવી રહ્યું છે. ખાસ કરીને 1968 નું G2 મોડલ તેના ક્લાસિક કાસ્ટ-આયર્ન એન્જિન માટે પ્રખ્યાત છે.

1968 Royal Enfield G2 Bullet ની મજબૂતી : આ બાઇક મજબૂતીનું બીજું નામ હતું. વર્ષોથી ભારતીય સેનામાં પણ તેનો ઉપયોગ થતો આવ્યો છે.

1968 Royal Enfield G2 Bullet નો ફિલ્મી ક્રેઝ: ફિલ્મ 'કબીર સિંહ' માં દેખાયા પછી આ બાઇક માટેનો ક્રેઝ નવી જનરેશનમાં પણ બમણો થઈ ગયો છે.

4. Yamaha RD 350 : લક્ઝરી અને પાવરનું કોમ્બિનેશન

જો કોઈ બાઇકને ભારતની પહેલી 'સુપરબાઇક' કહેવી હોય તો તે Yamaha RD 350 (રાજદૂત 350) છે. 1980 ના દાયકામાં આ બાઇક રાખવી એ સ્ટેટસ સિમ્બોલ ગણાતું.

Yamaha RD 350 ની ખાસિયત : તે Two-stroke parallel-twin એન્જિન સાથે આવતી હતી.

Yamaha RD 350 ની કલેક્ટરમાં માંગ : તે સમયે મોંઘી કિંમત અને વધુ પેટ્રોલ પીતી હોવાને કારણે તેનું વેચાણ ઓછું થયું હતું, જેના કારણે આજે તે ખૂબ જ ભાગ્યે (Rare) છે અને કલેક્ટર્સમાં તેની ભારે માંગ છે.

5. TVS Suzuki Samurai : 'નો પ્રોબ્લેમ' બાઇક

1994 માં આવેલી TVS Suzuki 'Samurai' તેની સરળતા અને ભરોસાપાત્રતા માટે જાણીતી હતી. તેને લોકો 'નો પ્રોબ્લેમ' બાઇક તરીકે ઓળખતા હતા કારણ કે, તેનું મેન્ટેનન્સ ખૂબ ઓછું હતું.

TVS Suzuki Samurai નું પર્ફોર્મન્સ : 98.2cc એન્જિન સાથે તે રોજિંદા વપરાશ માટે ખૂબ જ સ્મૂધ હતી.

TVS Suzuki Samurai ની ખાસ જગ્યા : Suzuki Shogun અને Max 100 ની સાથે Samurai એ પણ ભારતીય પરિવારોમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now