Home Sports Know The Complete Schedule Of Team India For 2026 Complete Information

2026 માટે ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ! : જાણો T20 વર્લ્ડ કપથી હાઈ-વોલ્ટેજ સીરિઝ સુધીની સંપૂર્ણ માહિતી

2026 માટે ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ!
Published by: OBS Bureau
Last Updated: Dec 31, 2025, 08:48 AM IST

Team India Schedule 2026: ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ 2026 ઐતિહાસિક સાબિત થવાનું છે. એક તરફ ઘરઆંગણે T20 વર્લ્ડ કપ રમાવાનો છે, જ્યાં ભારત પોતાના ટાઇટલને ડિફેન્ડ કરવા મેદાનમાં ઉતરશે. બીજી તરફ, 2025 માં ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટમાં મળેલી હાર પછી ટીમ ઇન્ડિયા ફરીથી ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરશે. વર્ષની શરૂઆત ન્યુઝીલેન્ડ સામેની સીરિઝથી થશે અને અંત શ્રીલંકાની સીરિઝથી થશે. જાણો 2026 ના દરેક ટુરની માહિતી.

જાન્યુઆરી 2026: ન્યુઝીલેન્ડનો ભારત પ્રવાસ

વર્ષની શરૂઆત ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની વ્હાઇટ બોલ સીરિઝથી થશે. આ સીરિઝ વર્લ્ડ કપની તૈયારીઓ માટે અત્યંત મહત્વની રહેશે.

ન્યુઝીલેન્ડ સામેની ODI સીરિઝ

તારીખ

મેચ

સ્થળ

11 જાન્યુઆરી

પહેલી વનડે

વડોદરા

14 જાન્યુઆરી

બીજી વનડે

રાજકોટ

18 જાન્યુઆરી

ત્રીજી વનડે

ઇન્દોર

ન્યુઝીલેન્ડ સામેની T20 સીરિઝ

તારીખ

મેચ

સ્થળ

21 જાન્યુઆરી

પ્રથમ T20

નાગપુર

23 જાન્યુઆરી

બીજી T20

રાયપુર

25 જાન્યુઆરી

ત્રીજી T20

ગુવાહાટી

21 જાન્યુઆરી

ચોથી T20

વિશાખાપટ્ટનમ

31 જાન્યુઆરી

પાંચમી T20

તિરુવનંતપુરમ

ફેબ્રુઆરી-માર્ચ 2026: T20 વર્લ્ડ કપ (ભારત અને શ્રીલંકા)

2026 નો સૌથી મોટો પડકાર T20 વર્લ્ડ કપ છે. ભારત આ વખતે યજમાન હોવાને કારણે ફેવરિટ ગણાય છે. પાકિસ્તાન સામેનો હાઈ-વોલ્ટેજ મેચ શ્રીલંકામાં રમાશે. જો ભારત સુપર 8 માટે ક્વોલિફાય થાય છે તો

21 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી સુપર-8 ની મેચો રમાશે અને જો સેમી-ફાઇનલ અને ફાઇનલ માટે ભારત ક્વોલિફાય થાય છે તો 5 માર્ચથી 8 માર્ચ સુધી T20 વર્લ્ડ કપની મેચો રમાશે.

તારીખ

મેચ

સ્થળ

7 ફેબ્રુઆરી

ભારત vs યુએસએ

મુંબઈ

12 ફેબ્રુઆરી

ભારત vs નામિબિયા

દિલ્હી

15 ફેબ્રુઆરી

ભારત vs પાકિસ્તાન

કોલંબો

18 ફેબ્રુઆરી

ભારત vs નેધરલેન્ડ

અમદાવાદ

21 ફેબ્રુઆરી - 1 માર્ચ

સુપર-8 સ્ટેજ

-

5 માર્ચ

સેમિફાઇનલ

મુંબઈ

8 માર્ચ

ફાઇનલ

અમદાવાદ

માર્ચ-મે 2026: IPL 2026

વર્લ્ડ કપ પછી ખેલાડીઓ ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં વ્યસ્ત થશે. બે મહિના સુધી ચાલનારો આ ક્રિકેટનો મહાકુંભ ભારતીય ફેન્સ માટે મનોરંજનની ગેરંટી છે.

તારીખ

ઇવેન્ટ

સ્થળ

26 માર્ચથી 31 મે

IPL 2026

ભારતના વિવિધ શહેરોમાં

જૂન 2026: અફઘાનિસ્તાનનો ભારત પ્રવાસ

આ સીરિઝમાં 1 ટેસ્ટ મેચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે ટેસ્ટ ફોર્મેટમાં ઇન્ડિયન ટીમનું પર્ફોમન્સ ચકાસશે.

મેચનો પ્રકાર

સંખ્યા

સ્થળ/તારીખ

વનડે સીરિઝ

3 મેચ

ટૂંક સમયમાં જાહેર થશે

ટેસ્ટ મેચ

1 મેચ

ટૂંક સમયમાં જાહેર થશે

જુલાઈ 2026: ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ

ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં 5 T20 અને 3 વનડે મેચોની મહત્વની સીરિઝ રમશે. ઇંગ્લેન્ડની પરિસ્થિતિમાં ભારતનું પર્ફોમન્સ હંમેશા જોવું રોમાંચક હોય છે.

ઈંગ્લેન્ડ સામેની T20 સીરિઝ

તારીખ

મેચ

સ્થળ

1 જુલાઈ

પહેલી T20

ચેસ્ટર-લે-સ્ટ્રીટ

4 જુલાઈ

બીજી T20

માન્ચેસ્ટર

7 જુલાઈ

ત્રીજી T20

નોટિંગહામ

9 જુલાઈ

ચોથી T20

બ્રિસ્ટલ

11 જુલાઈ

પાંચમી T20

સાઉધમ્પ્ટન

ઈંગ્લેન્ડ સામેની ODI સીરિઝ

તારીખ

મેચ

સ્થળ

14 જુલાઈ

પહેલી વનડે

બર્મિંગહામ

16 જુલાઈ

બીજી વનડે

કાર્ડિફ

19 જુલાઈ

ત્રીજી વનડે

લોર્ડ્સ, લંડન

ઓગસ્ટ-સપ્ટેમ્બર 2026: એશિયાઈ સફર અને એશિયન ગેમ્સ

વર્ષના બીજા ભાગમાં ભારત શ્રીલંકાના પ્રવાસે જશે અને ત્યારપછી એશિયન ગેમ્સ માટે જાપાન જશે.

સમયગાળો

ટુર/સીરિઝ

ફોર્મેટ

ઓગસ્ટ

શ્રીલંકા પ્રવાસ

2 ટેસ્ટ મેચ

સપ્ટેમ્બર

અફઘાનિસ્તાન પ્રવાસ

3 T20 મેચ

સપ્ટેમ્બર

એશિયન ગેમ્સ

T20 ફોર્મેટ (જાપાન)

સપ્ટેમ્બર

વેસ્ટ ઇન્ડીઝ ભારત આવશે

3 ODI અને 5 T20I

ઓક્ટોબર-ડિસેમ્બર 2026: વર્ષનો રોમાંચક અંત

વર્ષના અંતમાં ભારત ન્યુઝીલેન્ડમાં ટેસ્ટ અને વનડે રમશે, ત્યારપછી વર્ષનો અંત શ્રીલંકા સામે ઘરઆંગણે રમાનારી સીરિઝથી થશે.

સમયગાળો

મેચોની વિગત

સ્થળ

ઓક્ટોબર-નવેમ્બર

2 ટેસ્ટ અને 3 વનડે

ન્યુઝીલેન્ડ

ડિસેમ્બર

3 વનડે, 3 T20

ભારત (vs શ્રીલંકા)

2026 ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ જ વ્યસ્ત અને મહત્વપૂર્ણ વર્ષ બનવાનું છે. જ્યાં T20 વર્લ્ડ કપનું દબાણ હશે, ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં પોતાને સાબિત કરવાનો પડકાર પણ હશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now