શિયાળાની સિઝન એટલે જામફળની સિઝન. ભારતીય ખાનપાનનો સ્વાદ આખી દુનિયામાં ફેમસ છે. અહીં દરેક વ્યંજનનો અલગ અલગ સ્વાદ હોય છે. આજે આપણે એવી જ એક વાનગી એટલે કે જામફળની અથાણું ની વાત કરવા જઈ રહ્યા છે. ભોજન સાથે ખાટી-મિઠી અથાણું સૌ કોઈને પસંદ આવે છે. અને એમાં પણ જામફળની અથાણું તો ખૂબ જ સરસ બને છે અને તે કોઈપણ બોરિંગ ડિશને સ્વાદિષ્ટ બનાવે છે. તો ફટાફટ નોંધી લો રેસિપી અને ટ્રાય કરો.
અથાણા માટેની સામગ્રી
-૩ થી ૪ જામફળ
-૧ ½ ચમચી લાલ મરચું પાવડર
-૧ ચમચી રાઈના દાણા
-¼ ચમચી મેથી પાવડર
-¼ ચમચી હિંગ પાવડર
-મુઠ્ઠીભર લીમડાના પાન
-૧ ચમચી લસણ (ઝીણું સમારેલું)
-૩ લીલા મરચાં (નાના ટુકડામાં કાપેલા)
-૨ ચમચી તલનું તેલ
-૧ ચમચી સરકો
-સ્વાદ પ્રમાણે મીઠું
અથાણાની રેસિપી
સૌ પ્રથમ જામફળને સાફ કરીને નાના નાના ટુકડાઓમાં કાપી લો.પછી એક પેન ગરમ કરો અને તેમાં તેલ ઉમેરો. ત્યારબાદ તેમાં રાઈ નાખો અને તેને ફૂટવા દો.તે પછી તેમાં લીમડો, હીંગ, લીલા મરચાં, લાલ મરચું પાવડર, મેથી પાવડર અને કાંદા નાખીને સારી રીતે શેકી લો.બધું શેકાઈ જાય પછી, સ્વાદ પ્રમાણે નમક ઉમેરો અને જામફળના ટુકડાઓ મૂકો. 3 થી 4 મિનિટ સુધી શેકો અને થોડું પકવા દો.ત્યારબાદ તેમાં વિનેગર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.એક મિનિટ પછી તેને તપેલી પરથી ઊતારી લો અને ઠંડુ થવા માટે રાખી દો.આમ તૈયાર છે આ સ્વાદિષ્ટ જામફળનું અથાણું, જે તમે રોટલી અથવા ભાત સાથે પીરસી શકો છો અને તેનો આનંદ માણી શકો છો.
જામફળના ફાયદા
જામફળમાં પોટેશિયમ અને ફાઈબરની માત્રા વધારે હોય છે, જે હ્રદય માટે ખૂબ ફાયદાકારક છે. તે બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે અને કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરે છે.જામફળમાં વિટામિન C વધુ પ્રમાણમાં હોય છે, જે શરીરનું રોગપ્રતિકારક તંત્ર મજબૂત બનાવે છે અને શરીરને જીવલેણ સંક્રમણોથી બચાવે છે.જામફળમાં ઓછી ગ્લાઇસેમિક ઇન્ડેક્સ હોય છે અને તે બ્લડ શૂગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.





















