Home Entertainment Know How Saif Ali Khans Surgery Went

સલામત છે સૈફ : 6 કલાક ચાલ્યું હતું સૈફનું ઓપરેશન, હોશમાં આવીને તરત કર્યું હતું આ કામ

સલામત છે સૈફ
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2025, 01:47 PM IST

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ સૌ કોઈ આઘાતમાં છે. અચાનક અડધી રાત્રે એક વ્યક્તિ ઘુસી આવ્યો અને તેના ઘરમાં બબાલ કરી. જ્યારે સૈફે તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉશ્કેરાયેલા વ્યક્તિએ તેના પર જ હુમલો કર્યો. સૈફને આ હાથાપાઈમાં છ ઘા વાગ્યા હતા. સૈફના શરીરમાં દોઢ ઈંચનો છરીનો ટુકડો પણ કાઢવામાં આવ્યો. હાલ તો સૈફની સ્થિતિ સારી છે.

6 કલાક ચાલી સર્જરી
સૈફને ઘટનાના તરત બાદ જ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સૈફ અલી ખાનની લીલાવતી હૉસ્પિટલમાં સારવાર કવરામાં આવી. તેની સ્થિતિ સારી છે. ડૉક્ટરે તેમને બેડ રેસ્ટની સલાહ આપી છે. સર્જરી બાદ સાફને આઈસીયુમાંથી સ્પેશિયલ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે સૈફની બે સર્જરી કરવામાં આવી. પહેલા સ્પાઈન અને પછી કોસ્મેટિક. લગભગ છ કલાક તેમની સર્જરી ચાલી. સૈફે હોશમાં આવ્યા બાદ ડૉક્ટરને પહેલો એ સવાલ પુછ્યો તે, હું શૂટિંગ કરી શકીશ કે નહીં? હું જીમ જઈ શકીશ કે નહીં?

સૈફને ડૉક્ટરે શું કહ્યું?
ડૉક્ટરે એક્ટરને આશ્વાસન આપતા કહ્યું કે, તે 2 અઠવાડિયા બાદ શૂટિંગ કરી શકાશે. અને વર્કઆઉટ કરી શખશે. ત્યાં સુધી તેમણે આરામ કરવાનો છે. સાથે જ ડૉક્ટરે કહ્યું કે, જેટલા ઓછો લોકો સૈફને મળવા આવશે એટલું તેના માટે સારું રહેશે. ઓપરેશન બાદ સૈફની સ્થિતિ સતત સુધરી રહી છે. સૈફે ખુદ અકસ્માત બાદના ઘટનાક્રમ વિશે જાણકારી આપતા કહ્યું કે, તે ખુદ હૉસ્પિટલ આવ્યો હતો અને તેનો દીકરી તૈમૂર તેની સાથે હતો.એક્ટરને હાલ તો ડૉક્ટરની ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now