આધાર કાર્ડ આજે અનેક સ્થળે ઉપયોગમાં આવે છે.સિમ કાર્ડ લેવા માટે પણ આધાર જરૂરી છે. આધારને ન માત્ર ઓળખ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ આધાર કાર્ડ પર સિમ કાર્ડ ખરીદવા માટે એક સીમા નક્કી કરવામાં આવી છે. તેનાથી વધુ સિમ કાર્ડ જો તમે લો છો તો તમને કાયદાકીય પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર, એક આધાર કાર્ડ પર વધુમાં વધુ 9 સિમ કાર્ડ ખરીદી શકાય છે. જો કે, મશીન ટુ મશીન (M2M) સેવાઓ માટે આ સંખ્યા વધીને 18 થઈ શકે છે.
જો તમે વધુ સિમ કાર્ડ ખરીદશો તો?
જો તમે 9 થી વધુ સિમ કાર્ડ ખરીદો છો અથવા યોગ્ય કારણ વગર તેનો ઉપયોગ કરો છો, તો તમારે નીચેની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે:
સિમ કાર્ડ બ્લૉક થઈ શકે છે: તમારી ઓળખને સુરક્ષિત રાખવા માટે વધારાના સિમ કાર્ડ બ્લૉક કરવામાં આવી શકે છે.
છેતરપિંડીની સંભાવના: ઘણા બધા સિમ કાર્ડનો દુરુપયોગ સાયબર છેતરપિંડી અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ દોરી શકે છે, જે તમને જવાબદાર બનાવી શકે છે.
કાનૂની કાર્યવાહી: જો તમારા નામે નોંધાયેલ સિમ કાર્ડનો ઉપયોગ કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં થાય છે, તો તમારે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
કન્ઝ્યુમર વેરિફિકેશનઃ ટ્રાઈ અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ સમયાંતરે સિમ કાર્ડ યુઝર્સની ચકાસણી કરે છે. જો તમારા સિમ કાર્ડની સંખ્યા મર્યાદા કરતાં વધી જાય, તો તમને નોટિસ મળી શકે છે.
જાણો કેટલા સિમ છે તમારા નામ પર?
તમારા નામ પર કેટલાક સિમ કાર્ડ છે, જેની જાણકારી માટે સરકારે TAFCOP (Telecom Analytics for Fraud Management and Consumer Protection)પોર્ટલ લોન્ચ કર્યુ છે. જેના પર જઈને તમારે આટલું કામ કરવાનું છે
- TAFCOP વેબસાઈટ પર જાણો.
- તમારો મોબાઈલ નંબર એન્ટર કરો.
- ઓટીપી નાંખ્યા બાદ તમને તમારા નામ પરના સિમ કાર્ડની યાદી મળી જશે.

_e5a1fb5d-4919-4807-b25f-37734cbc0b7c.jpg)



















