Home Entertainment Know Fee Of Sholay Film Star Cast

શોલેના સ્ટાર્સની સેલેરી : બ્લોક બસ્ટર ફિલ્મ શોલે માટે કાસ્ટને મળી હતી આટલી ફી, જુઓ કોને મળી સૌથી વધુ ફી

શોલેના સ્ટાર્સની સેલેરી
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2025, 04:23 PM IST

શોલે..આ નામ આવે એટલે આખું પિક્ચર આંખ સામે આવી જાય. બોલીવુડના ચાહકોએ તો આ ફિલ્મ ન જોઈ હોય એવું ન બને. બોલીવુડની કલ્ટ ક્લાસિક ફિલ્મમાંથી એક એવી શોલે આઈકોનિક છે અને તેની સાથે જોડાયેલ કિસ્સા આજે પણ લોકોને યાદ આવે છે. ફિલ્મનો એક એક કિરદાર લોકોને આજે પણ યાદ છે.

1975માં રિલીઝ થયેલી રમેશ સિપ્પી દ્વારા દિગ્દર્શિત શોલે હજુ પણ તેના ગીતોથી લોકોનું મનોરંજન કરી રહી છે. શોલે એક કલ્ટ ક્લાસિક ફિલ્મ છે, જેને ભૂલવી મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે. માત્ર 3 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે દુનિયાભરમાં જોરદાર નફો કર્યો હતો. ચાલો જાણીએ કે શોલેની મહત્વની સ્ટાર કાસ્ટ ધર્મેન્દ્રથી લઈને અમિતાભ બચ્ચન સુધીના સ્ટાર્સે કેટલી ફી લીધી હતી.

અમિતાભ બચ્ચને મળ્યા હતા માત્ર આટલા!

ફિલ્મમાં સૌથી વધુ પૈસા વીરુનો રોલ કરવા માટે હિંદી સિનેમાના હી-મેન ધર્મેન્દ્રને દોઢ લાખ મળ્યા હતા. ફિલ્મના ઠાકુર બનેલા એક્ટર સંજીવ કુમારને સવા લાખ રૂપિયા મળ્યા હતા. તો એ સમયે અમિતાભ બચ્ચનને માત્ર એક લાખ રૂપિયા મળ્યા હતા. હેમા માલિનીએ બસંતીનો રોલ કરવા માટે 75 હજાર રૂપિયા ચાર્જ કર્યા હતા. આ ફિલ્મમાં સૌથી યાદગાર અને હિટ રોલ તેના વિલન ગબ્બરનો હતો, જેના માટે અભિનેતા અમજદ ખાને 65 હજાર રૂપિયા લીધા હતા. ફિલ્મના મહત્વના પાત્રોમાં જયા બચ્ચનને સૌથી ઓછી ફી મળી હતી. જયા બચ્ચનને શોલે ફિલ્મમાં રાધાના રોલ માટે માત્ર 35 હજાર રૂપિયા મળ્યા હતા.

સપોર્ટિંગ કાસ્ટને મળ્યા હતા આટલા

એ સમયે ફિલ્મની સપોર્ટિંગ કાસ્ટ પણ એટલી જ લોકપ્રિય થઈ હતી. સાંબાનો રોલ કરવા માટે એક્ટર મેક મોહનને 12 હજાર રૂપિયા મળ્યા હતા. વિજૂ ખોટેને કાલિયાનો રોલ કરવા માટે 10 હજાર રૂપિયા અને એક્ટર એકે હંગલને ઈમામ સાહબના રોલ માટે 8 હજાર મળ્યા હતા. આ રીતે શોલેના નિર્માતાઓએ માત્ર 4 લાખ 53 હજાર રૂપિયાની ફીમાં ફિલ્મની મહત્વની સ્ટારકાસ્ટને સેટલ કરી હતી. ફિલ્મના અન્ય કલાકારોમાં લીલા મિશ્રા, સચિન પિલગાંવકર, અલંકાર જોશી અને મેજર આનંદનો પણ સમાવેશ થાય છે. શોલે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now