Home Sports Know Everything Happened Icc Champions Trophy 2025 Opening Ceremony Atif Aslam

લાહોરમાં ચેમ્પિયન્સ ટ્રોફી સમારોહ : આતિફ અસલમના કોન્સર્ટ પર રહી સૌની નજર

લાહોરમાં ચેમ્પિયન્સ ટ્રોફી સમારોહ
Published by: OBS Bureau
Last Updated: Feb 17, 2025, 03:30 AM IST

પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ઉદ્ઘાટન સમારોહ રવિવાર, 16 ફેબ્રુઆરીના રોજ લાહોરમાં યોજાયો હતો. આ સમારોહ લાહોરના દીવાન-એ-આમ કિલ્લામાં યોજાયો હતો. લોકોને કોન્સર્ટથી લઈને લાઈટ એન્ડ સાઉન્ડ શો સુધી, પાકિસ્તાનની સંસ્કૃતિથી પણ વાકેફ કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે PCBએ આ પહેલા 2 વખત ઉદ્ઘાટન સમારોહ યોજ્યો હતો. પરંતુ જે લાહોરમાં આતિફ અસલમનો મ્યૂઝિક કોન્સર્ટ હોવાથી તે સ્પેશિયલ બની ગઈ હતી.

ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદ્ઘાટન સમારોહમાં શું થયું?

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ અને ક્રિકેટના દિગ્ગજોની હાજરીમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ઉદ્ઘાટન સમારોહને જોવા માટે સેંકડો લોકો ઉમટી પડ્યા. દિગ્ગજ ખેલાડીઓએ ભૂતકાળની ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ્સની તેમની યાદો તાજા કરી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2017 જીતનાર પાકિસ્તાની ટીમના ખેલાડીઓને આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આઠ વર્ષ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાની ટીમે ભારતને 180 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો હતો.

પાકિસ્તાની સિંગર આતિફ અસલમે ચેમ્પિયન્સ ટ્રોફીનું સત્તાવાર ગીત ગાયું. પાકિસ્તાની વાયુસેનાએ આકાશમાં પરફોર્મન્સથી ચાર ચાંદ મુકી દિધા હતા. પાકિસ્તાનમાં સ્પોર્ટ્સનો ઈતિહાસ અને દેશની સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ચેમ્પિયન્સ ટ્રોફી ક્યારે શરૂ થશે?

આ ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે અને પાકિસ્તાનમાં યોજાનારી મેચ લાહોર, રાવલપિંડી અને કરાચીમાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે, જેમાં આઠ ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. જો કે, ભારતીય ટીમ માટે હાઇબ્રિડ મોડેલ લાગુ કરવામાં આવ્યું છે, તેથી તેની મેચો દુબઈમાં યોજાશે. ભારતીય ટીમ પહેલેથી જ દુબઈ પહોંચી ગઈ છે. આપને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફીની વોર્મ-અપ મેચ 17 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે યોજાવાની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now