Home Sports Kl Rahul Made A Big Revelation About Retirement Said In An Interview With Kevin Pietersen

શું KL Rahul ક્રિકેટને કહેશે અલવિદા? : "ક્રિકેટ સિવાય પણ ઘણું છે.", રિટાયરમેન્ટ પર KL Rahul નો ચોંકાવનારો ખુલાસો!

શું KL Rahul ક્રિકેટને કહેશે અલવિદા?
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2026, 01:01 PM IST

KL Rahul : ભારતીય ક્રિકેટ જગતમાં અત્યારે એક જ ચર્ચા છે KL Rahul નું ભવિષ્ય. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર KL Rahul ની રિટાયરમેન્ટને લઈને અસંખ્ય ચર્ચાઓ ચાલી હતી. આખરે, કેએલ રાહુલએ પોતે જ મૌન તોડ્યું છે અને જણાવ્યું છે કે, શું તેઓ ખરેખર મેદાન છોડવાની તૈયારી કરી રહ્યા છે કે કેમ.

રિટાયરમેન્ટ અંગે મોટો ખુલાસો

કેએલ રાહુલએ હાલમાં ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન સાથેની ખાસ વાતચીતમાં સ્વીકાર્યું કે, એક તબક્કે તેમના મનમાં રિટાયરમેન્ટનો વિચાર ચોક્કસ આવ્યો હતો. કેએલ રાહુલએ કહ્યું, "થોડા સમય પહેલા મેં ગંભીરતાથી વિચાર્યું હતું કે, મારે રિટાયરમેન્ટ નિવૃત્તિ લેવી જોઈએ." જોકે, આત્મચિંતન કર્યા પછી મને સમજાયું કે, હજુ મારી અંદર ઘણું ક્રિકેટ બાકી છે.

માનસિક સંઘર્ષ અને ઈજાઓ

કેએલ રાહુલએ પોતાની કારકિર્દીમાં અનેક વખત ઈજાઓનો સામનો કર્યો છે. આ ઈજાઓ માત્ર શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ તેમને તોડી નાખતી હતી. તેમણે જણાવ્યું કે, જ્યારે તમે વારંવાર ઈજાગ્રસ્ત થાઓ છો, ત્યારે મનમાં વિચાર આવે છે કે, "તમે પૂરતું કરી લીધું છે, હવે આરામ કરો." આ માનસિક લડાઈ સૌથી અઘરી હતી, પરંતુ કેએલ રાહુલએ હાર ન માની અને ફરી મેદાનમાં કમબેક કર્યું.

જીવન પ્રત્યે બદલાયેલો દૃષ્ટિકોણ

પિતા બન્યા પછી કેએલ રાહુલના જીવન પ્રત્યેના વિચારોમાં મોટું પરિવર્તન આવ્યું છે. કેએલ રાહુલએ કહ્યું કે, ક્રિકેટ ચોક્કસપણે તેમનું જીવન છે, પરંતુ તે સર્વસ્વ નથી. કેએલ રાહુલના મતે, "દુનિયામાં ક્રિકેટ સિવાય પણ ઘણું છે." કેએલ રાહુલ માને છે કે, જો તમે તમારી જાત સાથે પ્રમાણિક છો, તો જ્યારે સાચો સમય આવશે ત્યારે રિટાયરમેન્ટનો નિર્ણય લેવામાં તેમને જરાય અચકાટ નહીં થાય.

કેએલ રાહુલની શાનદાર સફર

33 વર્ષના કેએલ રાહુલનો ટ્રેક રેકોર્ડ તેમની પ્રતિભાની સાક્ષી પૂરે છે:

ટેસ્ટ: 67 મેચમાં 4,053 રન (11 સેન્ચુરી અને 20 હાફ-સેન્ચુરી)

ODI: 94 મેચમાં 3,360 રન (8 સેન્ચુરી અને 20 હાફ-સેન્ચુરી)

T20I: 72 મેચમાં 2,265 રન (2 સેન્ચુરી, 22 હાફ-સેન્ચુરી અને 139 નો સ્ટ્રાઇક રેટ)

IPL માં નવો અધ્યાય

T20I ટીમમાં ભલે અત્યારે કેએલ રાહુલનું સ્થાન નથી, પરંતુ IPL માં તેમનો દબદબો હજુ કાયમ છે. આગામી સિઝનમાં તેઓ દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા જોવા મળશે. અગાઉ પંજાબ અને લખનઉની કેપ્ટન્સી સંભાળ્યા પછી, હવે કેએલ રાહુલ અક્ષર પટેલની કેપ્ટન્સી હેઠળ એક ફિનિશર અને વિકેટકીપર તરીકેની નવી ભૂમિકા ભજવવા તૈયાર છે.

હજુ ગેમ બાકી છે

કેએલ રાહુલના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, હાલમાં તેઓ રિટાયરમેન્ટ થઈ રહ્યા નથી. તેઓ પોતાની રમતનો આનંદ માણી રહ્યા છે અને ભારતીય ટીમ માટે હજુ વધુ યોગદાન આપવા ઈચ્છે છે. ફેન્સ માટે રાહતના સમાચાર એ છે કે, કેએલ રાહુલ હજુ થોડા વર્ષો સુધી મેદાન પર રન બનાવતા જોવા મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now