logo-img
Kirti Patel Arrested By Police From Rajasthan

કીર્તિ પટેલને પોલીસે રાજસ્થાનમાંથી દબોચી : જૂનાગઢ પોલીસ ગુજરાત લાવી રહી છે, હવે કાયદાનો ગાળિયો કસાશે!

કીર્તિ પટેલને પોલીસે રાજસ્થાનમાંથી દબોચી
Published by: Offbeat Team
| Last Updated: Feb 22, 2026, 10:57 AM IST

વિવાદોમાં રહેનારી યુટ્યુબર કીર્તિ પટેલને જૂનાગઢ પોલીસે રાજસ્થાનમાંથી ઝડપી લીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી કીર્તિ પટેલ સામે એક પછી એક ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા હતા. જૂનાગઢમાં માત્ર સાત દિવસમાં તેની સામે ત્રણ અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હવે પોલીસે તેને કસ્ટડીમાં લઈને ગુજરાત લાવવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

PI કે.જે. મોડએ ફરિયાદ નોંધાવી

કીર્તિ પટેલ સામે 16 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢમાં શિવરાત્રિના મેળા દરમિયાન મહિલા PI કે.જે. મોડ (જૂનાગઢ રેન્જ કચેરી) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં ધમકી આપવી, શાંતિ ભંગ કરવી અને ફરજમાં રૂકાવટ ઊભી કરવાની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બનાવ બાદ મામલો વધુ ગરમાયો હતો.

અબજલ સીડાએ આપઘાતનો પ્રયાસ કર્યો

તે ઉપરાંત કીર્તિ પટેલ પર એક યુટ્યુબરને ખંડણી અને ખોટા કેસની ધમકી આપવાનો પણ ગંભીર આરોપ છે. જૂનાગઢના યુટ્યુબર ‘જિદ્દી બોય’ તરીકે ઓળખાતા અબજલ સીડાએ આક્ષેપ કર્યો હતો કે, કીર્તિ પટેલે તેના ફોલોઅર્સ ઘટી જવાના કારણે 20 લાખ રૂપિયાની ખંડણી માંગી અને ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. આ માનસિક ત્રાસને કારણે અબજલ સીડાએ બે વખત ફિનાઈલ પી લીધું હતું અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. આ તમામ મામલાઓને ધ્યાનમાં રાખીને હવે કીર્તિ પટેલ પર કાયદાનો ગાળિયો કસાવાની શક્યતા છે. જૂનાગઢ પોલીસ સમગ્ર કેસની વિગતવાર તપાસ કરી રહી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now