Home Entertainment Kick Sultan To Ghajini Priyanka Chopra Rejected These 5 Movies 2 Earns 1000 Crore Rupees

આ ફિલ્મોમાં આપને જોવા મળી શકત પ્રિયંકા ચોપરા : રિજેક્ટ કરતાં રોલ અન્ય અભિનેત્રીઓએ ભજવ્યો

આ ફિલ્મોમાં આપને જોવા મળી શકત પ્રિયંકા ચોપરા
Published by: OBS Bureau
Last Updated: Apr 23, 2025, 04:30 AM IST

બોલિવૂડથી હોલીવુડ સુધી પોતાનું નામ બનાવનાર ફેમસ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાના 20 વર્ષના કરિયરમાં ઘણી ફિલ્મોથી ચાહકોના દિલ જીત્યા છે. એટલુ જ નહીં પણ તેમની કેટલીક ફિલ્મોએ ખુબ સારી કમાણી પણ કરી છે. જો કે, આ સમય દરમિયાન, અભિનેત્રીએ કેટલાક નિર્ણયો પણ એવા લીધા, જેનો તેને આજે પણ પસ્તાવો થયો હોઈ શકે છે પ્રિયંકાએ ઘણી ફિલ્મો રિજેક્ટ પણ કરી છે. આજે અમે તમને આવી જ પાંચ ફિલ્મો વિશે જણાવી રહ્યા છીએ, જેમાંથી બેએ મળીને બોક્સ ઓફિસ પર 1 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ગજની- 'ગજની' આમિર ખાનના કરિયરની સૌથી સફળ ફિલ્મોમાંની એક છે. 2008માં રીલિઝ થયેલી આ ફિલ્મમાં અભિનેત્રી અસીને આમિર સાથે કામ કર્યું હતું. પરંતુ પહેલા આ ઓફર પ્રિયંકા ચોપરાને આપવામાં આવી હતી. પરંતુ 'દેસી ગર્લ'એ આ ફિલ્મને રિજેક્ટ કરી હતી.

કોકટેલ - 2012માં રિલીઝ થયેલી ફિલ્મ 'કોકટેલ'માં સૈફ અલી ખાન, ડાયના પેન્ટી અને દીપિકા પાદુકોણે કામ કર્યું હતું. આમાં દીપિકાએ વેરોનિકા ડી'કોસ્ટા નામનું પાત્ર ભજવ્યું હતું, જેના માટે પ્રિયંકાનો સૌથી પહેલા સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રિયંકાએ આમાં રસ દાખવ્યો ન હતો.

સુલતાન- 'સુલતાન' સલમાન ખાનના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. સુલતાન વર્ષ 2016માં રિલીઝ થઈ હતી અને તેમાં અનુષ્કા શર્મા સલમાનની સાથે જોવા મળી હતી. જોકે, અનુષ્કાનો રોલ સૌથી પહેલા પ્રિયંકાને ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ અભિનેત્રીએ આ ફિલ્મ કરવાની ના પાડી દિધી હતી. સુલતાન બ્લોકબસ્ટર હતી અને આ ફિલ્મે વિશ્વભરમાં 607 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

કિક- સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડીઝની સુપરહિટ ફિલ્મ 'કિક' વર્ષ 2014માં રિલીઝ થઈ હતી. તેણે વિશ્વભરમાં 378 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પ્રિયંકાએ કિકની ઓફર પણ ફગાવી દીધી છે.

2 સ્ટેટ્સ- 2 સ્ટેટ્સ વર્ષ 2012માં બની હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અર્જુન કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પ્રિયંકાના ખાતામાં પણ આવી શકી હોત, પરંતુ પ્રિયંકાએ 2 સ્ટેટ્સ માટે મેકર્સને ના પાડી દીધી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now