Home Automobile Kia Seltos New Generation Waiting Period Price Features India

Kia Seltosની નવી જનરેશન માટે ગ્રાહકોમાં ભારે ક્રેઝ : બુકિંગ કરાવતા પહેલા જાણી લો કેટલો છે વેઈટિંગ પીરિયડ

Kia Seltosની નવી જનરેશન માટે ગ્રાહકોમાં ભારે ક્રેઝ
Published by: OBS Bureau
Last Updated: Feb 06, 2026, 05:30 PM IST

ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં મિડ સાઈઝ SUV સેગમેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખનાર કિઆ ઇન્ડિયાની લોકપ્રિય કાર Kia Seltos ની નવી જનરેશનને લઈને ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર 2025 માં Tata Sierra ની રજૂઆત બાદ કિઆએ પોતાની આ ફ્લેગશિપ SUV ને નવા અવતારમાં લોન્ચ કરી હતી, જેને દેશભરમાંથી બમ્પર બુકિંગ મળી રહ્યું છે. જો તમે પણ આ આધુનિક ફીચર્સથી સજ્જ SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે ડિલિવરી માટે થોડી રાહ જોવી પડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કાર પર હાલમાં નોંધપાત્ર વેઇટિંગ પીરિયડ ચાલી રહ્યો છે.

વેઇટિંગ પીરિયડની વિગતો

નવી જનરેશન Kia Seltos માટે ગ્રાહકોએ આશરે 6 થી 8 અઠવાડિયા સુધીની રાહ જોવી પડી શકે છે. ખાસ કરીને ડીઝલ એન્જિન ધરાવતા વેરિએન્ટ્સની માંગ સૌથી વધુ હોવાથી તેના પર 6 થી 8 અઠવાડિયાનો વેટિંગ પીરિયડ છે. જ્યારે પેટ્રોલ અને ટર્બો પેટ્રોલ મોડલ્સ માટે આ સમયગાળો અંદાજે 4 થી 6 અઠવાડિયા જેટલો છે. કારના ચોક્કસ કલર વેરિએન્ટ્સ અને લોકેશન મુજબ આ સમયગાળામાં ફેરફાર થઈ શકે છે, જેની સચોટ માહિતી નજીકના ડિલરશીપ પરથી મેળવી શકાય છે.

પાવરફુલ એન્જિન અને પર્ફોર્મન્સ

કિઆએ આ SUV માં ત્રણ એન્જિન વિકલ્પો આપ્યા છે:

  • 1.5 લીટર નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ: 115 PS પાવર અને 144 Nm ટોર્ક.

  • 1.5 લીટર ટર્બો પેટ્રોલ: 160 PS પાવર અને 253 Nm ટોર્ક.

  • 1.5 લીટર ડીઝલ: 116 PS પાવર અને 250 Nm ટોર્ક. ટ્રાન્સમિશન માટે તેમાં Manual, IVT, iMT અને Automatic ના વિકલ્પો ઉપલબ્ધ છે, જે ડ્રાઇવિંગ અનુભવને વધુ શ્રેષ્ઠ બનાવે છે.

હાઈટેક ફીચર્સ અને સેફ્ટી

નવી સેલ્ટોસના ઈન્ટિરિયરમાં 30 ઇંચની ટ્વિનિટી ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં 12.3 ઇંચનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને એટલા જ માપની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સામેલ છે. આ ઉપરાંત વાયરલેસ ચાર્જર, વેન્ટિલેટેડ સીટ્સ, 10-વે પાવર ડ્રાઈવર સીટ, પેનોરેમિક સનરૂફ અને 64 કલરની એમ્બિયન્ટ લાઇટ જેવા પ્રીમિયમ ફીચર્સ મળે છે. સુરક્ષાની દ્રષ્ટિએ તેમાં Level-2 ADAS, 21 સેફ્ટી ફીચર્સ, ABS અને EBD જેવી ટેકનોલોજી આપવામાં આવી છે.

કિંમત અને સ્પર્ધા

કિઆ સેલ્ટોસની એક્સ શોરૂમ કિંમત 10.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે તેના ટોપ મોડલની કિંમત 19.99 લાખ રૂપિયા સુધી જાય છે. 10 ડિસેમ્બર 2025 ના રોજ લોન્ચ થયા બાદ આ કારને હજારોની સંખ્યામાં ઓર્ડર મળ્યા છે, જે દર્શાવે છે કે ભારતીય ગ્રાહકોમાં આ SUV પ્રત્યે કેટલું આકર્ષણ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
EV ખરીદ્યા પછી આ ભૂલો ન કરો
સૌથી વધુ માઇલેજ આપતી ટોપ 5 કાર!
₹6 લાખથી ઓછી કિંમત અને 6 એરબેગ્સ સાથે આવતી આ 5 કાર!
નવી Tata Altroz iCNG ખરીદતા પહેલા તેનો રિવ્યૂ જાણો
નવા ફિચર્સ સાથે લોન્ચ થઈ Royal Enfield Guerrilla 450!