Home Health-lifestyle Keep Your Children Away From These Drinks

આ ચાર પ્રકારના ડ્રિંક્સથી રાખો બાળકને દૂર : નાની ઉંમરે થઈ શકે છે મોટી સમસ્યા

આ ચાર પ્રકારના ડ્રિંક્સથી રાખો બાળકને દૂર
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2025, 03:17 PM IST

બાળકોની રોગપ્રતિકારક શક્તિ મોટા લોકો જેવી નથી હોતી. જેના કારણે તેમના ડાયટ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. પરંતુ કેટલીક વખત બાળકો કેટલીક વસ્તુ ખાવા પીવાની એટલી જીદ કરે છે કે પછી ના આપવુ હોય તો પણ માતાપિતા આપે છે. અને પછી તેમની તબિયત બગડે છે. એટલે આજે અમે આપને એવા 4 ડ્રિંક્સ વિષયે જણાવીશું જે તમારા બાળકોને કોઈ પણ સંજોગોમાં ન આપશો.

કયા 4 ડ્રિક્સં બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક?

ફ્લેવર્ડ સોડા
બાળકોને ક્યારેય ફ્લેવર્ડ સોડાનો જ્યુસ ના આપવો. કારણ કે તેમાં સુગર અને કેફેઈનું પ્રમાણ વધુ હોય છે. જેથી દાંતમાં સડો થઈ શકે છે. આ સિવાય તમારું બાળક સ્થૂળતા અને સુગર લેવલ પણ વધારી શકે છે.

એનર્જી ડ્રિંક્સ
બાળકોને ક્યારેય પણ એનર્જી ડ્રિંક્સ ના આપો. અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ પેરેન્ટ્સ અનુસાર, બાળકોએ એનર્જી ડ્રિંક્સ ના પીવા જોઈએ.

સ્પોર્ટ્સ ડ્રિંક
સ્પોર્ટ્સ ડ્રિંક્સથી બાળકોને દૂર રાખો. તેમાં સોડિયમ, સુગર, કેફેઈન અને આર્ટિફિશિયલ કલર બાળકો માટે હાનિકારક સાબિત થાય છે. તેનાથી દાંતમાં સડો અને હૃદય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. લીવરને પણ અસર પહોંચે છે.

ફ્લેવર્ડ મિલ્ક
ભલે તે દૂધ છે તેમ છતાં ફ્લેવર્ડ મિલ્કથી બાળકોને દૂર રાખો. તેમા સુગર અને ફ્લેવરનું પ્રમાણ ઘણુ વધારે હોય છે. આ સ્થૂળતાનું કારણ બની શકે છે.

બાળકોને તાજા ફળ અને વેજીટેબલ જ્યૂસ, નારિયેળ પાણી અથવા પાણી પીવા માટે પ્રોત્સાહિત કરવું વધુ સારું છે. તેમના શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે તેઓ કુદરતી પોષક તત્વો પણ પ્રદાન કરે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now