Home Gujarat Kash Patel Jai Shri Krishna Greeting To Family During Opening Remarks In Senate

'જય શ્રી કૃષ્ણ'થી ગૂંજી અમેરિકાની સેનેટ! : આ ગુજરાતી પાટીદાર નેતા બનશે વિશ્વના સૌથી પાવરફૂલ મેન; FBI ડાયરેક્ટર પદ માટે નોમિનેટ

'જય શ્રી કૃષ્ણ'થી ગૂંજી અમેરિકાની સેનેટ!
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2025, 05:24 AM IST

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મંત્રીમંડળમાં FBI ડિરેક્ટર તરીકે નામાંકિત ભારતીય મૂળના કાશ પટેલે પોતાના માતા-પિતાના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા અને જય શ્રી કૃષ્ણનો નાદ કરતા પોતાના સંસ્કારોની ઓળખ વિદેશમાં આવી દીધી છે. તેમના સંસ્કાર જોઈને સોશિયલ મીડિયા પર તેમની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મંત્રીમંડળમાં FBI ડિરેક્ટર તરીકે નામાંકિત ભારતીય મૂળના કાશ પટેલને આ પદ સંભાળવા માટે યુએસ સેનેટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન તેમણે પોતાના માતા-પિતાના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા હતા. આ પછી તેમણે "જય શ્રી કૃષ્ણ" ના નારા લગાવ્યા હતા. આ દ્રશ્ય જોઈને તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. આના કારણે ભારત સહિત વિશ્વભરમાં રહેતા હિન્દુ ધર્મના લોકો ગર્વ અનુભવી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પના મંત્રીમંડળમાં FBI ડિરેક્ટર તરીકે નામાંકિત
સુનાવણી દરમિયાન કાશ પટેલ તેના માતાપિતાના પગ સ્પર્શતા કરતા જોવા મળ્યા બાદ સોશિયલ મીડિયા પર તેના "સંસ્કાર અને સંસ્કૃતિ"ની પ્રશંસા થઈ રહી છે. તેમણે ભારતીય પરંપરાઓને પોતાની અંદર હજી પણ જીવંત રાખી છે. ભારતીય મૂળના ગુજરાતી માતા-પિતાના પુત્ર અને વ્યવસાયે વકીલ કાશ પટેલને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મંત્રીમંડળમાં FBI ડિરેક્ટર તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે.

સેનેટમાં પહેલીવાર કોઈએ કોઈના પગ સ્પર્શ્યા
યુએસ સેનેટના ઈતિહાસમાં આ દ્રશ્ય પ્રથમવાર જોવા મળ્યું છે. આ ચોક્કસપણે પહેલી વાર બન્યું છે કે કોઈએ કોંગ્રેસના સુનાવણી ખંડમાં પોતાના પ્રિયજનોને માન આપવા માટે કોઈના પગ સ્પર્શ કર્યા હોય. વીડિયોમાં કાશ પટેલ સેનેટમાં પ્રવેશતા જ તેમના માતા-પિતાના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેતા અને જય શ્રી કૃષ્ણ કહેતા જોવા મળે છે. બીજા એક વીડિયોમાં તે પોતાના માતા-પિતાનો પરિચય લોકોને કરાવતી વખતે જય શ્રી કૃષ્ણ પણ કહે છે.

કોણ છે કાશ પટેલ?
મહત્વનું છે કે, કાશ પટેલનું મૂળ નામ કશ્યપ પટેલ છે. તેમનો પરિવાર મૂળ વડોદરાનો નિવાસી છે. 1970માં તેમનો પરિવારે અમેરિકા ગયો હતો. જોકે અમેરિકામાં જન્મેલા કાશ પટેલ આજે સૌથી મોટી તપાસ એજન્સીના વડા બન્યા છે. તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અત્યંત નજીકના માનવામાં આવે છે. તેમના માતા-પિતા 70ના દાયકામાં યુગાન્ડાથી કેનેડા આવ્યા હતા. અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં જન્મેલા કાશ પટેલ પોતાની મહેનત અને ક્ષમતાના આધારે અમેરિકન રાજકારણમાં પોતાનું સ્થાન બનાવ્યું. તેમને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખૂબ નજીક માનવામાં આવે છે.

એફબીઆઈ ચીફના પદ માટે નોમિનેટ થયેલા કાશ પટેલ જ્યારે કન્ફર્મેશન હાયરિંગ માટે સેનેટ જ્યુડિશિયરી કમિટી સમક્ષ હાજર થયા ત્યારે તેમણે પોતાના માતા-પિતાનો પરિચય કરાવ્યો. કાશ પટેલે કહ્યું, “સૌથી પહેલા હું મારા પિતા પ્રમોદ અને માતા અંજનાનું સ્વાગત કરવા માંગુ છું. તેઓ અહીં બેસ્યા છે. મારા ખાસ દિવસે અહીં મારી સાથે રહેવા માટે તે ભારતથી આવ્યા છે. તેમની સાથે મારી બહેન નીશા પણ અહીં છે. મારા ખાસ પ્રસંગમાં હાજરી આપવા માટે તેઓ સમુદ્ર પાર કરીને પણ અહીં આવ્યા છે. તમે લોકો આજે અહીં મારી સાથે છો તે મારા માટે મોટી ક્ષણ છે. જય શ્રી કૃષ્ણ."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ