Home Entertainment Kareena Kapoor Sits In Front Of Shahid Kapoor Seat In School Annual Day Event Photos Viral

એક્સ કપલ શાહિદ અને કરિનાના ફોટોસ થયા વાયરલ : ફેન્સને જબ વી મેટના ગીત અને આદિત્યની આવી ગઈ યાદ

એક્સ કપલ શાહિદ અને કરિનાના ફોટોસ થયા વાયરલ
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2024, 08:01 AM IST

બોલિવૂડ સ્ટાર્સ તાજેતરમાં એક સ્કુલના એન્યુઅલ ફંક્શનમાં શામેલ થયા હતા. જ્યાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, કરીના કપૂર, શાહરૂખ ખાન અને શાહિદ કપૂર જેવા સેલેબ્સ પોતાના બાળકોને પ્રોત્સાહન આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન આ ઈવેન્ટનો એક ફોટો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાહિદ કપૂર તેની એક્સ ગર્લફ્રેન્ડ કરીના કપૂરની પાછળ બેઠેલો જોઈ મળી રહ્યોં છે. જેમાં બંને આગળ જોઈને હસતા જોવા મળે છે. ખરેખર, સૈફ અલી ખાન, કરીના કપૂર અને કરિશ્મા કપૂર ખાન જેહ અલી ખાનને સપોર્ટ કરવા પહોંચ્યા હતા, જ્યારે શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત તેમના બાળકો મીશા અને ઝૈનને ચીયરઅપ કરતા જોવા મળ્યા હતા.

આ વાયરલ આ તસવીરો જોઈને ચાહકોને જબ વી મેટ અને આદિત્યનું ગીત યાદ આવી ગયું છે. ત્યારે એક યુઝરે લખ્યું, કે ગીત અને આદિત્ય તેમના બાળકોને તેમના અલગ-અલગ પાર્ટનર સાથે જોઈ રહ્યા છે. તો અન્ય યુઝરે લખ્યું, તેઓ અજીબ લાગી રહ્યાં છે, અને એકબીજાની હાજરીથી સંપૂર્ણપણે વાકેફ હતા. તો અન્ય એક યુઝરે લખ્યું, શાહિદનો ચહેરો બધુ જ કહી રહ્યોં છે.

જેઓ નથી જાણતા, અમે તમને જણાવી દઈએ કે શાહિ કપૂર અને કરીના કપૂરે જબ વી મેટના શૂટિંગ દરમિયાન એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. પરંતુ ફિલ્મ પહેલા જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. આ પછી બંને કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી.

જો કે હવે બંને સ્ટાર્સ પોતાના જીવનમાં આગળ વધી ગયા છે અને તેમના પરિવાર સાથે ખુશ છે. જ્યારે કરીના કપૂર ખાને સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે, તે બે પુત્રો તૈમુર અને જેહ અલી ખાનની માતા છે. જ્યારે શાહિદ કપૂરે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા અને તેઓ બે બાળકો મીશા અને ઝૈનના માતા-પિતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now