Home Entertainment Karanveer Mehra Becomes Second Celebrity After Sidharth Shukla To Win Khatron Ke Khiladi And Bigg Boss

કરણવીર મહેરાના નામે નોંધાયો મોટો રેકોર્ડ : આવી સિદ્ધિ મેળવનાર બન્યો બીજો અભિનેતા

કરણવીર મહેરાના નામે નોંધાયો મોટો રેકોર્ડ
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2025, 07:29 AM IST

Karanveer Mehra: સલમાન ખાનના શો બિગ બોસ 18નો વિજેતા મળી ગયો છે. જી હા... કરણવીર મહેરા બિગ બોસની 18મી સીઝનનો વિનર બની ગયો છે. જ્યારે વિવિયન ડીસેના શોના પ્રથમ રનર-અપ તરીકે ઉભરી આવ્યો છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ કરણને તેની જીત માટે અભિનંદન આપી રહ્યા છે અને તેના માટે પોસ્ટ અને કોમેન્ટ કરી રહ્યો છે. બિગ બોસ 18 જીતીને કરણે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ચાલો જાણીએ શું?

કરણવીરે બનાવ્યો રેકોર્ડ
બધા જાણે છે કે કરણવીર બિગ બોસ 18નો વિનર બની ગયો છે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ શુક્લા પછી કરણવીર મહેરા ખતરોં કે ખિલાડી અને બિગ બોસ બન્ને ટ્રોફી જીતનાર બીજા સેલિબ્રિટી બની ગયો છે. જી હા... સિદ્ધાર્થ શુક્લા પછી આવું કરનાર કરણ પહેલો સેલેબ બન્યો છે.



કરણને મળ્યો લોકોનો સપોર્ટ
નોંધનીય છે કે, બિગ બોસ 18ની ફાઇનલમાં રજત દલાલ, કરણવીર મહેરા અને વિવિયન ડીસેના વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. આટલું જ નહીં મુનવ્વર અને એમસી સ્ટેને રજત દલાલને જીતવા માટે એલ્વિશ આર્મી અને વિવિયન માટે અપીલ કરી હતી, પરંતુ તેમ છતાં કરણવીર મહેરાને લોકોનો સપોર્ટ મળ્યો અને તે શોના વિજેતા તરીકે ઉભરી આવ્યો.

શોમાં ટોપ 6 બાકી હતા
નોંધનીય છે કે, સલમાન ખાનના શો બિગ બોસ 18માં આ વખતે 18 કન્ટેસ્ટેન્ટ આવ્યા હતા. આ સિવાય શોમાં વાઇલ્ડ કોર્ડ તરીકે પાંચ લોકોએ એન્ટ્રી કરી હતી. જો કે, શોના અંતે ફક્ત છ લોકો જ બાકી હતાં, જેમાં કરણવીર મહેરા, વિવિયન ડીસેના, ચૂમ દરંગ, અવિનાશ મિશ્રા, એશા સિંહ અને રજત દલાલનો સમાવેશ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now