Home Entertainment Kangna Invites Priyanka Gandhi To Watch Film Emergency

કંગનાએ ફરી લીધો પંગો?? : પ્રિયંકા ગાંધીને કંગના રનૌતે આપ્યું ઈમરજન્સી જોવાનું આમંત્રણ, પ્રિયંકાએ આપ્યો આ જવાબ..

કંગનાએ ફરી લીધો પંગો??
Published by: OBS Bureau
Last Updated: Jan 08, 2025, 03:21 PM IST

સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી રિલીઝ થવા માટે તૈયાર છે. જેમાં તે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં છે.અને રિલીઝ પહેલા જ તેણે એક નિવેદન આપીને પંગો લીધો છે. ફિલ્મની રિલીઝ પહેલા તેણે કોંગ્રેસ નેતા અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાને ફિલ્મ ઈમરજન્સી જોવા માટે આમંત્રણ આપ્યું છે. અને ઈન્દિરા ગાંધીની પૌત્રીએ તેનો જવાબ પણ આપ્યો છે.આગામી 'ઇમરજન્સી' 1975 થી 1977ના 21 મહિનાના સમયગાળા પર આધારિત છે, જ્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશ માટે આંતરિક અને બાહ્ય જોખમોને ટાંકીને રાષ્ટ્રવ્યાપી કટોકટી જાહેર કરી હતી.

પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?
કંગના રનૌતે કહ્યું કે, હું સંસદમાં પ્રિયંકા ગાંધીને મળી હતી અને પહેલી વાર જે વાત મે એને કહી હતી કે, તમારે ઈમરજન્સી ફિલ્મ જોવી જોઈએ.તેમણે કહ્યું કે, હાં થઈ શકે છે. તો જોઈશું કે શું તે ફિલ્મ જોશે કે નહીં. મને લાગે છે કે, આ એક પ્રકરણ અને વ્યક્તિત્વનું ખૂબ જ સંવેદનશીલ અને સમજદારીભર્યું ચિત્રણ છે. અને મે ફિલ્મમાં ઈન્દિરા ગાંધીને ગરિમા સાથે ફિલ્મમાં ચિત્રિત કરવામાં ખૂબ જ ધ્યાન રાખ્યું છે.

ઈન્દિરા ગાંધી પર કંગનાનું નિવેદન
ઈન્દિરા ગાંધીને તેમના પ્રિય નેતા ગણાવતા કંગનાએ કહ્યું, "કટોકટી દરમિયાન બનેલી કેટલીક ખૂબ જ વિચિત્ર વસ્તુઓ સિવાય, મને લાગે છે કે તેમને ઘણો પ્રેમ અને સન્માન મળ્યું. ત્રણ વખત વડા પ્રધાન બનવું એ કોઈ મજાક નથી. તેમને પ્રેમ અને સન્માન મળ્યું." સાથે જ કંગનાએ કહ્યું કે, મે એવું પણ વિચાર્યું હતું કે, દરેક વ્યક્તિમાં કાંઈકને કાંઈક છે અને મે સન્માનપૂર્વક તેમનું ચિત્રણ કર્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now