Home Gujarat Kalupur Swami The Future Gadipati Of The Temple Filed An Fir Against His Wife

કાલુપુર સ્વામિ. મંદિરના ભાવિ ગાદીપતિએ પત્ની સામે નોંધાવી FIR : 11 લાખ પડાવ્યા, 100 કરોડ માંગ્યા, ધમકી પણ આપી, પોલીસે કર્યો તપાસનો ધમધમાટ શરૂ

કાલુપુર સ્વામિ. મંદિરના ભાવિ ગાદીપતિએ પત્ની સામે નોંધાવી FIR
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 16, 2025, 01:24 PM IST

અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજના પુત્ર વ્રજેન્દ્રપ્રસાદે તેની પત્ની સહિત સાસરિયાના 6 લોકો સામે પોલીસ ફરિયાદ કરી છે. તેમણે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં રૂપિયા 11 લાખ પડાવી અને રૂ.100 કરોડ માંગ્યાની ફરિયાદ દાખલ કર્યા બાદ ઘાટલોડિયા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કર્મીચારીઓ સાથેની એક વિશેષ ટીમ બનાવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


100 કરોડ રૂપિયા માંગણી કરી!

પોલીસ ફરિયાદમાં જણાવ્યાનુસાર એક વખત ત્રણ લાખ રૂપિયા માંગ્યા હતા જે તેના ભાઈની એજ્યુકેશન ફી માટે જોઈએ છે તેમ કહી લીધા હતા. આ પૈસા પણ તેણે તાત્કાલિક આપવાનું કહ્યું હતું. જેથી જ મિત્ર પાસેથી મંગાવીને આ પૈસા આપવા પડ્યા હતા. અલગ અલગ કારણો દર્શાવી આમ કુલ 11 લાખ રૂપિયા મેળવી લીધા હતા. તમે અને તમારો પરિવાર કેવી રીતે જીવો છો? તેવી ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે ? જોઈ લઈશું તેમ કહી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. 100 કરોડ રૂપિયા માંગણી કરી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.


''હનીમૂન પર સફેદ પાવડર જમાવામાં નાંખતી''

જુલાઈ 2024માં પ્રયાગરાજમાં જ બંનેના હિન્દુ વિધિથી લગ્ન થયા હતા. વ્રજેન્દ્ર પ્રસાદ અને તેની પત્ની ઇન્ડોનેશિયાના બાલી ખાતે હનીમૂન માટે ગયા હતા. પહેલા જ દિવસે હોટલના રૂમમાં જમવાનું મંગાવ્યું હતું અને બાદમાં તેઓ સુઈ ગયા હતા. બીજા દિવસે સવારે તેની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. જમ્યા પછી તેને કશું યાદ નહોતું. બીજા દિવસે જ્યારે સવારમાં તપાસ કરી તો પત્નીના બેગમાં સફેદ પાવડરની પોટલી જોઈ હતી. ત્યારેબાદ એક દિવસ તેમના શૂપના ગ્લાસમાં આ પાવડર નાંખતા પત્ની જોઈ લીધી હતી. જેથી તેઓએ કોઈ કારણસર નજર ચૂકવીને બાલકનીમાંથી તે ઢોળી દીધું હતું અને નાદુરસ્ત તબિયતનું કહીને બીજા રૂમમાં સુવા જતા રહ્યા હતા. તેમ પણ ફરિયાદમાં જણાવ્યું છે.

કોની કોની સામે ફરિયાદ નોંધાઈ

અવંતીકા અજયશંકર શુકલા (પત્ની)

અજયશંકર શુકલા (સસરા)

વૈશાલી અજયશંકર શુકલા (સાસું)

ગોકુલ અજયશંકર શુકલા (સાળો)

શશીકાંત પારસનાથ તિવારી

ગોપાલ પાંડે

પોલીસે તપાસ હાથ ધરી

ACP બ્રહ્મભટ્ટએ કહ્યું કે, ''11 લાખ રૂપિયા પડાવ્યા હોવાની હકીકત દર્શાવતી ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે મામલે ઘાટલોડિયો પોલીસ સ્ટેશન તે અંગે તપાસ હાથ ધરી છે. વર્ષ 2023માં એમના લગ્ન થયા હતા અને તેમના અત્યાર સુધીના અણબનાવ અંગે ફરિયાદ કરી છે''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now