Home Entertainment Kajol On Daughter Nysa Bollywood Debut Said She Has Made Up Her Mind

ક્યારે કરશે કાજોલ અને અજયની પુત્રી : ન્યાસા ફિલ્મોમાં ડેબ્યૂ?

ક્યારે કરશે કાજોલ અને અજયની પુત્રી
Published by: OBS Bureau
Last Updated: Apr 10, 2025, 04:01 AM IST

કાજોલ અને અજય દેવગણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક પાવર કપલ છે. વર્ષોથી તેમની અનેક ફિલ્મ્સે લોકોને ખુબ મનોરંજન કરાવ્યું છે. હવે ચાહકો તેમના બાળકોને ફિલ્મોમાં જોવા માંગે છે. ચાહકો વારંવાર પૂછે છે કે તેમની પુત્રી ન્યાસા બોલિવૂડમાં ક્યારે ડેબ્યૂ કરશે. હવે કાજોલે ન્યાસાના ડેબ્યૂ પર પ્રતિક્રિયા આપી છે.

શું ન્યાસા બોલિવૂડમાં ડેબ્યૂ કરશે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાજોલે ન્યાસાના બોલિવૂડ ડેબ્યૂની વાતને નકારી કાઢી છે. તેમણે કહ્યું, 'બિલકુલ નહીં...ના. મને લાગે છે કે તે હવે 22 વર્ષની થવાની છે. મને લાગે છે કે તેણે મન બનાવી લીધું છે કે તે હાલ નથી આવા માગતી.

આ સિવાય કાજોલે નવી પેઢી અને યુવા પ્રતિભાઓને સલાહ આપી હતી કે દરેકના સૂચનો લેવાને બદલે નવા કલાકારોએ પોતાના વ્યક્તિત્વ પર ધ્યાન આપવું જોઈએ. તેમણે એ પણ સમજાવ્યું કે કેવી રીતે લોકો તમને તમારું ફિઝિક બદલવાનું કહેતા હોય છે જે નિરાશાજનક હોઈ શકે છે.

કાજોલે કહ્યું, 'સૌથી પહેલા હું કહેવા માંગુ છું કે કોઈની સલાહ ન લો. કારણ કે જો તમે પૂછશો કે મારે શું કરવું જોઈએ, તો 100 લોકો ઉભા થઈ જશે અને કહેશે કે તમારે આ કરવું જોઈએ. તમે તમારું નાક બદલો, તમે તમારા હાથ બદલો, તમે તમારા વાળનો રંગ બદલો, આ કરો, તે કરો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now