Home Sports Joe Root First Batsman To Score Most Test Runs At Lords

ENGVSIND:Lord Joe Root at Lord's : જો રૂટ ભારત સામે 3000 રન બનાવનાર પહેલો ખેલાડી

ENGVSIND:Lord Joe Root at Lord's
Published by: OBS Bureau
Last Updated: Jul 11, 2025, 07:40 AM IST

ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ ગુરુવાર (10મી જુલાઈ)થી લંડનના લોર્ડ્સ મેદાન પર રમાઈ રહી છે. અહીં પહેલા જ દિવસે યજમાન ટીમના અનુભવી બેટર જો રૂટ શાનદાર લયમાં જોવા મળ્યા. પહેલા દિવસે સ્ટમ્પ્સ જાહેર થયા ત્યાં સુધી તે 51.83ની સ્ટ્રાઈક રેટથી 191 બોલમાં 99 રન બનાવીને અણનમ છે. આ દરમિયાન તેમણે 4 ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા છે.

રૂટ ભારત સામે 3000 રન બનાવનાર પહેલો ખેલાડી
ઈંગ્લેન્ડ ટીમના સ્ટાર બેટર જો રૂટ ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં 3000 રનનો આંકડો પાર કરનાર વિશ્વનો પહેલો બેટર બન્યા છે. તેમણે ભારત સામે 58.2ની સરેરાશથી 3025 રન બનાવ્યા છે. આ પહેલા ભારત સામે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગના નામે નોંધાયેલો છે. જેમણે 54.4 ની સરેરાશથી 2555 રન બનાવ્યા છે.

લોર્ડ્સમાં લોર્ડ રૂટ
જો રૂટ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ જેને 'ક્રિકેટનો મક્કા' કહેવામાં આવે છે, ત્યાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર વિશ્વનો પહેલો બેટર બન્યો છે. તેમણે પૂર્વ ક્રિકેટર ગ્રેહામ ગુચને પાછળ છોડી દીધા છે. ગ્રેહામ ગુચે લોર્ડ્સમાં 2513 રન બનાવ્યા હતા. જ્યારે જો રૂટે આ મેદન પર 2526 રન બનાવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now