JSW Jetour T2 SUV : ભારતની JSW મોટર્સે ચીની કંપની ચેરી (Chery) સાથે હાથ મિલાવ્યા છે અને તેનું પરિણામ હવે રસ્તાઓ પર જોવા મળશે. JSW એ હાલમાં Jetour T2 SUV ની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. આ SUV દિવાળી 2026 સુધીમાં ભારતીય બજારમાં ધૂમ મચાવવા આવી રહી છે. તેની સાથે Chery iCaur V23 ઇલેક્ટ્રિક SUV પણ લોન્ચ થઈ શકે છે.
JSW Jetour T2 SUV ની દમદાર ડિઝાઇન
ડિઝાઇનની વાત કરીએ તો JSW Jetour T2 લુકમાં ખૂબ જ પાવરફૂલ લાગે છે. તેનો બોક્સી લૂક અને મજબૂત બિલ્ડ ક્વોલિટીને કારણે આ કાર લેન્ડ રોવર ડિફેન્ડર જેવો અહેસાસ કરાવશે. તેમાં આકર્ષક LED હેડલેમ્પ્સ અને બમ્પરમાં પિક્સેલ-સ્ટાઇલના LED ફોગ લેમ્પ્સ આપવામાં આવ્યા છે. તેનું સીધું બોનેટ અને મોટા વ્હીલ આર્ચ તેને રોડ પર એક અલગ ઓળખ આપશે.
JSW Jetour T2 SUV ના મોડર્ન ફીચર્સ
કારની અંદર પણ લક્ઝરીનો પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. તેમાં 15.6 ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડ્રાઇવર માટે 10.25 ઇંચનું ડિજિટલ ડિસ્પ્લે મળશે. આ ઉપરાંત, પેનોરેમિક સનરૂફ, વાયરલેસ ચાર્જિંગ, 12 સ્પીકર્સ વાળી સોની સાઉન્ડ સિસ્ટમ અને વેન્ટિલેટેડ સીટ્સ જેવા પ્રીમિયમ ફીચર્સ મુસાફરીને આરામદાયક બનાવશે.
JSW Jetour T2 SUV ની સેફટી અને ટેકનોલોજી
સેફટીની બાબતમાં આ SUV પાછળ નથી. JSW Jetour T2 SUV માં 360-ડિગ્રી કેમેરા અને લેવલ 2 ADAS (એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ) જેવી આધુનિક ટેકનોલોજી મળશે. હિલ-સ્ટાર્ટ આસિસ્ટ અને હિલ-ડિસેન્ટ કંટ્રોલ જેવા ફીચર્સ પહાડી રસ્તાઓ પર ડ્રાઇવિંગને વધુ સુરક્ષિત બનાવશે.
JSW Jetour T2 SUV નું પાવરફુલ એન્જિન
ભારતમાં આ SUV હાઇબ્રિડ સેટઅપ સાથે લોન્ચ થઈ શકે છે. JSW Jetour T2 SUV માં 1.5 લિટરનું ટર્બો પેટ્રોલ એન્જિન હશે, જે 154hp પાવર જનરેટ કરશે. આ સાથે 26.7kWh નું બેટરી પેક આપવામાં આવશે, જેનાથી આ કાર માત્ર ઇલેક્ટ્રિક મોડ પર 139 કિમી સુધી ચાલી શકશે. તે ફ્રન્ટ-વ્હીલ અને ઓલ-વ્હીલ ડ્રાઇવ એમ બંને ઓપ્શનમાં આવી શકે છે.
JSW Jetour T2 SUV ની કિંમત અને સ્પર્ધા
JSW Jetour T2 ની અપેક્ષિત કિંમત 35 લાખથી 40 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. આ કિંમતમાં તે Toyota Fortuner, Jeep Meridian and MG Majestor જેવી ગાડીઓને જોરદાર ટક્કર આપશે. તેના શાનદાર ફીચર્સ અને હાઇબ્રિડ ટેકનોલોજી જોતા લાગે છે કે, ફોર્ચ્યુનરના વેચાણ પર તેની અસર ચોક્કસ પડશે.





