Jemimah Rodrigues made a promise to herself, One day, I will lead this team to victory: આઠ વર્ષ પહેલાં, 16 વર્ષની Jemimah Rodrigues મુંબઈ એરપોર્ટ પર ભીડમાં વચ્ચે ઉભી હતી અને 2017માં મહિલા વર્લ્ડ કપ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હાર મેળવ્યા પછી, લંડનથી રિટર્ન આવતી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઉત્સાહ વધારતી હતી. મુંબઈ ક્રિકેટ એસોસિએશને ટીમનું સ્વાગત કરવા માટે કેટલાક યુવા ખેલાડીઓને બોલાવ્યા હતા. તે દિવસે Jemimahએ જે જોયું, હાર છતાં હજારો ચાહકોએ પોતાના ખેલડીઓની ઉજવણી કરી, તેનાથી તેનું જીવન હંમેશ માટે બદલાઈ ગયું. Jemimah Rodriguesએ પોતાને એક વચન આપ્યું, "એક દિવસ, હું આ ટીમને જીત અપાવીશ." 30 ઓક્ટોબર, 2025ના રોજ મુંબઈના Dr D.Y.Patil Stadium ખાતે એક ઐતિહાસિક સાંજે, તે વચન સાચું પડ્યું. એ જ Jemimah Rodriguesએ, જે હવે ભારતીય મહિલા ટીમની સૌથી શાનદાર બેટ્સમેનોમાંની એક છે, મહિલા ક્રિકેટમાં વિશ્વાસ અને સ્થિતિસ્થાપકતાને ફરીથી વ્યાખ્યાયિત કરતી નાટકીય સેમિફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને પોતાની ટીમને ICC મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં પહોંચાડી.
hang in there, God will fight the battle
339 રનના વિશાળ લક્ષ્યને ચેસ કરતી વખતે, ભારતીય ટીમ પર ખૂબ દબાણ જોવા મળ્યું. Smriti Mandhana માત્ર 24 રનમાં અને Shafali Verma પણ 10 રનમાં આઉટ થઈ ગયા. અને 59 રનમાં ભારતીય ટીમ તેના બે ઓપનરની વિકેટ ગુમાવી ચૂકી હતી. પરંતુ Jemimah જેને મેચ શરૂ થવાની 5 મિનિટ પહેલા નંબર 3 પર રમવાનું સૂચવવામાં આવ્યું, અને તે શાંત નિશ્ચય અને વિશ્વાસ સાથે મેદાનમાં ઉતરી. Jemimahએ મેચ પછી, ખુલાસો કર્યો, "મેં મારી જાતને કહ્યું હતું, 'hang in there, God will fight the battle'."
Harmanpreet Kaur અને Jemimah Rodrigues સાથેની મહત્વપૂર્ણ ભાગીદારી
ત્યારપછી, જે થયું તે ભારતીય મહિલા ક્રિકેટના ઇતિહાસમાં સૌથી શ્રેષ્ઠ ઇનિંગ્સમાંની એક બની ગઈ. Jemimahએ 134 બોલમાં 14 ચોગ્ગા સાથે નોટઆઉટ રહીને 127 રન બનાવ્યા, જે ફક્ત ટેકનિક અને ટાઈમિંગનું પરફોર્મન્સ જ નહીં, પણ અવિશ્વસનીય મેન્ટલ સ્ટ્રેન્થનું પણ પ્રદર્શન હતું. કેપ્ટન Harmanpreet Kaur જેમને 88 બોલમાં 89 રન બનાવ્યા, અને Jemimah Rodriguesની સાથે મળીને 167 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી જેના કારણે ભારત ઓસ્ટ્રેલિયાની સામે સેમી-ફાઇનલમાં જીત મેળવી. આ બંનેની ભાગીદારીએ રેકોર્ડબ્રેક ચેઝનો ઇતિહાસ રચી નાખ્યો, કારણ કે, ભારતે માત્ર 48.3 ઓવરમાં 5 વિકેટે 341 રન બનાવ્યા, જે મહિલા ODI ઇતિહાસમાં સૌથી વધુ સફળ રન ચેઝ છે, જે રેકોર્ડ અગાઉ 331 રનનો હતો.
વર્લ્ડ કપ પહેલાના મહિનામાં self-doubt અને anxietyનો સામનો કર્યો
જોકે, Rodriguesની આ જર્ની ખૂબ જ સરળ ન હતી. મેચ પછીના ઇન્ટરવ્યુમાં, ઇમોશનલ થઈને Jemimahએ કબૂલાત કરી કે, વર્લ્ડ કપ પહેલાના મહિનાઓમાં તેને પોતાના પર self-doubt અને anxietyનો સામનો કર્યો હતો. "હું દરરોજ રડતી હતી," તેમણે આગળ કહ્યું, "મારું ફોર્મ ગયું હતું, અને મને ખબર ન હતી કે કેવી રીતે ટીમ ઈન્ડિયામાં પછી આવીશ. જ્યારે હું પોતે તેને સંભાળી શકી નહીં, ત્યારે ભગવાને મારી સંભાળ રાખી." તેના શબ્દોએ એક એવા ખેલાડીની ભાવના પકડી લીધી જેણે મુશ્કેલીઓનો સામનો કર્યો હતો પણ હાર માનવાનો ઇનકાર કર્યો હતો. “જ્યારે મારુ પર્ફોર્મન્સ ખરાબ હતું, ત્યારે મારા સાથી ખેલાડીઓ મને પ્રોત્સાહન આપ્યું હતું. મેં એકલી કંઈ કર્યું નથી; આ બધું તેમના કારણે શક્ય થયું છે."
Deepti Sharma,Richa Ghosh અને Amanjot Kaurની ક્વિક ફાયર ઇનિંગ્સ
Deepti Sharmaના 24 રન, Richa Ghoshના 26 રન અને Amanjot Kaurના 15 રન(નોટઆઉટ) એ આ મેચમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી જેનાથી ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી શકી. અને પરંતુ એક સાઇડથી Jemimah Rodriguesની anchor ઇનિંગ્સે એ સુનિશ્ચિત કર્યું કે, ભારતીય ટીમ સેમી-ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી શકે. હાઇ-પ્રેસર વચ્ચે નોટઆઉટ સેંચુરી ફટકારવા બદલ, Jemimah Rodriguesને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. Jemimah Rodriguesએ હસતાં કહ્યું, "છેલ્લા ચાર મહિના મારા માટે ખરેખર મુશ્કેલ રહ્યા છે, પરંતુ તે એક સ્વપ્ન જેવું લાગે છે." જ્યારે સ્ટેન્ડમાં ભારતીય ત્રિરંગો લહેરાતો હતો અને ટીમે ઐતિહાસિક જીતની ઉજવણી કરી હતી, ત્યારે 2017માં એરપોર્ટ પર તે દિવસ યાદ કર્યા વિના કોઈ રહી શકતું નથી, જ્યારે એક કિશોરવયની છોકરી, આશાથી ભરેલી, તેના આઈડલને હાર સાથે ઘરે પાછા ફરતા જોઈ હતી. આઠ વર્ષ પછી, તે છોકરી જીતનો ચહેરો બની ગઈ છે.





















