Home Gujarat Jayanti Rathwa Video Viral Chhota Udepur Bjp Event Controversy

'ભાજપના જ કેટલાક માણસો...' : MLA જયંતી રાઠવાએ ગીતાબેન રાઠવાના સન્માન કાર્યક્રમમાં આપ્યું ચોંકવનારૂ નિવેદન

'ભાજપના જ કેટલાક માણસો...'
Published by: OBS Bureau
Last Updated: Jan 01, 2026, 03:23 PM IST

પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવાના સન્માન સમારંભ છોટા ઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતી રાઠવાએ પાર્ટીના કેટલાક કાર્યકરોને ટકોર્યા હતા કે આગેવાનો દ્વારા કાર્યક્રમોમાં લોકોની ભીડ એકઠી ન થાય તેવા પ્રયાસો કરવામાં આવતા આવે છે.

જેતપુર વિધાનસભાના ધારાસભ્યએ જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે, "આપણે જે કાર્યક્રમ રાખતા હોઈએ ત્યારે ઘણી વખત કાર્યક્રમ સારા થાય એમ કરીને સંગઠન સાથે કામ કરતા હોઈએ છીએ, પરંતુ આડકતરી રીતે જનતા એકત્રિત ન થાય, ઓછી પબ્લિક એકત્રિત થાય તેવા પ્રયત્નો પણ આપણા હોદ્દેદારો આદરે છે." તેમણે આવા ભાવ ન રાખવાની અપીલ કરી હતી.

જયંતી રાઠવાએ આગામી દિવસોમાં છોટા ઉદેપુરમાં યોજાનાર આદિજાતિ મોરચાના સંમેલનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જ્યારે આખા રાજ્યના આદિવાસી વિસ્તારના કાર્યક્રમની શરૂઆત આપણા જિલ્લામાંથી થવાની છે, ત્યારે કોઈપણ કાર્યકર્તાએ આવો ભાવ ન રાખવો જોઈએ.

તેમણે ભાજપને મજબૂત બનાવવા માટે દરેક કાર્યકર્તાને ખભેથી ખભા મિલાવીને સંગઠનને મજબૂત કરવા અને પડકારોનો સામનો કરવા પૂરી તાકાતથી કામ કરવા હાકલ કરી હતી.

ધારાસભ્ય રાઠવાએ સૌ સન્માનનીય હોદ્દેદારોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા વિનંતી કરી હતી. પ્રદેશ તરફથી સૂચના મળતા ટૂંક સમયમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now