બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું છે. ટીમે 5 મેચની ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે.
પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં સોમવારે મેચના ચોથા દિવસે 534 રનને ચેઝ કરી રહેલી કાંગારૂ ટીમ બીજી ઇનિંગમાં 238 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલા ભારતે 6 વિકેટે 487 રન બનાવી બીજી ઇનિંગ ડિકલેર કરી હતી. ટીમ ઈન્ડિયાએ પહેલી ઇનિંગમાં 150 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ 104 રનમાં સમેટાઈ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં બુમરાહ અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ લીધી હતી. ટ્રેવિસ હેડ (89)એ અડધી સદી ફટકારી હતી. ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહ પ્લેયર ઑફ ધ મેચ જાહેર થયો છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: જસપ્રીત બુમરાહ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી, હર્ષિત રાણા અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), નાથન મેકસ્વિની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને જોશ હેઝલવુડ.
સતત પાંચમી વખત જીત્યું ગુજરાત: હૈદરાબાદ 86 રનમાં સમેટાયું






