Home Entertainment Jannat Zubair Rahmani Beats Shah Rukh Khan On Instagram Followers

23 વર્ષની અભિનેત્રીએ કર્યું આ કારનામું : શાહરૂખ ખાને છોડ્યો પાછળ

23 વર્ષની અભિનેત્રીએ કર્યું આ કારનામું
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2025, 06:27 AM IST

Jannat Zubair Rahmani: બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે અને લોકો તેને ખૂબ પ્રેમ કરે છે. કિંગ ખાન પણ તેના ફેન્સ અને પ્રશંસકો પર ઘણો પ્રેમ વરસાવે છે. જો કે, હવે એક ટીવી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનને માત આપી દીધી છે. હવે તમે વિચારતા હશો કે કેવી રીતે? તો ચાલો જાણીએ…

જન્નત ઝુબૈરે શાહરૂખ ખાનને છોડી દીધો પાછળ
અમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ ટીવી એક્ટ્રેસ જન્નત ઝુબૈર છે. જી હા... જન્નત ઝુબૈરે ઈન્સ્ટાગ્રામ પર કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનને પાછળ છોડી દીધો છે. ઇન્સ્ટાગ્રામ પર જન્નત ઝુબેરને 49.7 મિલિયન લોકો અને શાહરૂખ ખાનને 47.7 મિલિયન લોકો ફોલો કરે છે. જન્નતના ઈન્સ્ટાગ્રામ પર વધુ ફેન્સ છે અને તે મુજબ તેણે ઈન્સ્ટાગ્રામ પર કિંગ ખાનને પાછળ છોડી દીધો છે.


Jannat Zubair Rahmani


ટીવી પર પણ લોકપ્રિય છે અભિનેત્રી
માત્ર શાહરૂખ ખાન જ નહીં પરંતુ જન્નત ઝુબૈરે બોલિવૂડના ઘણા સેલેબ્સને પાછળ છોડી દીધા છે. જન્નતના ફેન ફોલોઈંગ પરથી સ્પષ્ટ થાય છે કે લોકો તેને કેટલી પસંદ કરે છે અને લોકો તેની પોસ્ટ પર ઘણો પ્રેમ વરસાવે છે. જન્નત ઝુબૈર સોશિયલ મીડિયા પર ફેમસ હોવા ઉપરાંત ટીવી પર પણ ખૂબ જ લોકપ્રિય છે. જી હા... તેણે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે.


Shah Rukh Khan


ફિલ્મ 'હિચકી'માં કર્યું હતું કામ
આ સિવાય જન્નત ઝુબૈરે રાની મુખર્જી સાથે ફિલ્મ 'હિચકી'માં પણ પોતાનો જાદુ બતાવ્યો હતો. એટલું જ નહીં પણ જન્નતની સંપત્તિ પણ કરોડોમાં છે. જાગરણના રિપોર્ટ અનુસાર જન્નતની કુલ સંપત્તિ 25 કરોડ રૂપિયા છે. આટલું જ નહીં કોઈ-મોઈના એક રિપોર્ટની માનીએ તો જન્નતે 'લાફ્ટર શેફ'ના એક એપિસોડ માટે એક લાખ રૂપિયા પણ લીધા હતા.


ફેશન અને સ્ટાઈલ છે કમાલ
જન્નતની ફેશન અને સ્ટાઈલના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જન્નત સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને તેમના ફેન્સ સાથે પોતાના સંબંધિત અપડેટ્સ શેર કરતી રહે છે. લોકો પણ જન્નતના ફોટા અને વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે. જન્નત તેની પ્રોફેશનલ લાઈફ માટે જ નહીં પરંતુ તેની પર્સનલ લાઈફ માટે પણ ચર્ચામાં રહે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now