Jana Nayagan: થલાપતિ વિજયની વિદાય ફિલ્મ 'Jana Nayagan' રિલીઝ પહેલા જ ઓનલાઈન લીક થઈ જતાં તામિલનાડુ પોલીસે સાયબર ક્રાઈમ વિંગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી છે.
6 આરોપીઓ ધરપકડ, ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા
તામિલનાડુ સાયબર ક્રાઈમ વિંગે ફિલ્મના HD પ્રિન્ટ ગેરકાયદેસર લીક કરવાના આરોપમાં 6 લોકોની ધરપકડ કરી છે. તમામ આરોપીઓને અદાલતમાં રજૂ કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
300થી વધુ પાઇરેટેડ લિંક્સ દૂર
ફિલ્મના નિર્માતા KVN પ્રોડક્શન્સની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. અધિકારીઓએ ફિલ્મના અનધિકૃત અપલોડ અને શેરિંગને રોકવા માટે 300 થી વધુ પાઇરેટેડ લિંક્સ દૂર કરી છે.
સાયબર ક્રાઈમ વિંગની અપીલ
સાયબર ક્રાઈમ વિંગે ચાહકો અને નેટિઝન્સને અપીલ કરી છે કે: 'Jana Nayagan' અથવા કોઈપણ કોપીરાઇટેડ સામગ્રી ડાઉનલોડ, સ્ટ્રીમ કે શેર ન કરવી.
પાઇરસી એક ગંભીર ગુનો છે અને તેમાં સામેલ વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે વધુમાં ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા, વોટ્સએપ, ટેલિગ્રામ કે અન્ય કોઈ પ્લેટફોર્મ પર પાઇરેટેડ કન્ટેન્ટ ફેલાવનારાઓ સામે પણ સખત પગલાં લેવામાં આવશે.
નિર્માતાઓની વિનંતી
KVN પ્રોડક્શન્સે પણ એક અધિકૃત નિવેદન બહાર પાડીને લોકોને વિનંતી કરી છે કે આવી ગેરકાયદેસર લિંક્સ તાત્કાલિક ડિલીટ કરી દેવી, નહીંતર કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.આ કેસની તપાસ હજુ ચાલુ છે અને વધુ આરોપીઓની ઓળખ અને ધરપકડ થવાની સંભાવના છે.





