Home International Jammu Kashmir Uri Pak Terrorist Kil Led By Indian Army

જમ્મુ-કશ્મીરમાં આર્મીને મોટી સફળતા : ઉરીમાં ઘૂસણખોરી કરતો એક પાકિસ્તાની આતંકવાદી ઠાર

જમ્મુ-કશ્મીરમાં આર્મીને મોટી સફળતા
Published by: OBS Bureau
Last Updated: Mar 15, 2026, 05:56 AM IST

રવિવારે જમ્મુ-કશ્મીરના ઉરી સેક્ટરમાં કંટ્રોલ બોર્ડર નજીક સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ પાકિસ્તાનના ઘૂસણખોરીના પ્રયત્ન પર પાણી ફેરવી દીધું છે. જેમાં એક પાકિસ્તાની આતંકવાદી ઠાર મરાયો છે. શ્રીનગરમાં આવેલી આર્મીની ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરી છે કે, જમ્મુ-કશ્મીર પોલીસ દ્વારા ઘૂસણખોરી સંબંધીત મળેલી ગોપીની માહિતીના આધારે 14-15 માર્ચ 2026 ની રાત્રે જનરલ વિસ્તાર બુચ્છર, ઉરી સેક્ટરમાં એક સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું.

આતંકવાદીને આ રીતે ઠાર મારવામાં આવ્યો

તેમાં વધુમાં જણાવાયું છે કે સૈનિકોએ ઝાડીઓમાં એક આતંકવાદીની શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. સેનાએ જણાવ્યું હતું કે આતંકવાદીને પડકારવામાં આવ્યો હતો, જેના પરિણામે અંધાધૂંધ ગોળીબાર થયો હતો. એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો હતો. યુદ્ધ સામગ્રી, જેમાં એક AK રાઇફલ, એક પિસ્તોલ અને મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો.

JCO લપસી ગયો અને નીચે પડી ગયો

દરમિયાન, શનિવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO)નું લપસીને પડી જવાથી મૃત્યુ થયું હતું. સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સે આ માહિતી આપી હતી. સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું હતું કે ઓપરેશન 'શેરી કલાન' હેઠળ પૂંછ જનરલ વિસ્તારમાં લાંબા સમય સુધી ચાલેલા ઓપરેશન દરમિયાન પડકારજનક અને કઠોર ભૂપ્રદેશમાં કામગીરી કરતી વખતે, આજે બપોરે લગભગ 2.30 વાગ્યે, સુબેદાર સંદીપ કુમાર ઢાકા લપસીને નીચે પડ્યા અને બેભાન થઈ ગયા.

સારવાર દરમિયાન મોત

ઢાકાને તાત્કાલિક પોથા સ્થિત લશ્કરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડોક્ટરોએ તેમને જીવિત કરવા માટે તમામ પ્રયાસો કર્યા, પરંતુ બહાદુર JCO એ ફરજ બજાવતા પોતાનો જીવ ગુમાવ્યો. સેનાએ JCO ને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી, તેમના અતૂટ હિંમત, અડગ સમર્પણ અને નિઃસ્વાર્થ સેવાની પ્રશંસા કરી. વ્હાઇટ નાઈટ કોર્પ્સે કહ્યું, "દુઃખની આ ઘડીમાં, અમે શોકગ્રસ્ત પરિવાર સાથે મજબૂત રીતે ઉભા છીએ અને તેમના છેલ્લા શ્વાસ સુધી રાષ્ટ્રની સેવા કરનાર યોદ્ધાની સ્મૃતિનું સન્માન કરીએ છીએ."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now