Home Gujarat Jamkandorana Padaria Village Three Children Drown

જામકંડોરણાના પાદરિયા ગામે 3 બાળકો ડૂબ્યા : ત્રણેયના મોત, આખા ગામમાં આક્રંદ

જામકંડોરણાના પાદરિયા ગામે 3 બાળકો ડૂબ્યા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 17, 2025, 10:15 AM IST

રાજકોટમાં જામકંડોરણાના પાદરિયા ગામે તળાવમાં ત્રણ બાળકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. બાળકોના કપડા તળાવ પાસેથી મળી આવ્યા છે તેમજ તરવૈયા દ્વારા ત્રેણય બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા

સમગ્ર ઘટનાના પગલે જામકંડોરણા મામલતદાર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા તેમજ સરપંચ અને સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતા ત્રણેય બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. જે ત્રણેય બાળકોના મૃતદેહને પીએમ અર્થે જામકંડોરણા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પરિવારમાં શોક

ખેત શ્રમિકના ત્રણ બાળકોના મોતથી પરિવારમા ઘેરો શોક વ્યાપ્યો છે. સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. મૃતકોમાં ભાવેશ ડાંગી અને હિતેશ ડાંગી બંને સગા ભાઈઓ છે.

મૃતકના નામ

  1. ભાવેશ ડાંગી, 6 વર્ષીય

  2. હિતેશ ડાંગી, 8 વર્ષીય

  3. નીતેષ માવી, 7 વર્ષીય

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now