Home Entertainment Jacqueline Fernandez Mother Passed Away She Was Admitted Into The Lilavati Hospital

જેકલીન ફર્નાન્ડિઝની માતાનું નિધન : હ્રદયરોગના કારણે હોસ્પિટલમાં હતા દાખલ

જેકલીન ફર્નાન્ડિઝની માતાનું નિધન
Published by: OBS Bureau
Last Updated: Apr 06, 2025, 08:10 AM IST

જેકલીન ફર્નાન્ડિઝની માતાનું અવસાન થયું છે. જેકલીનની માતા લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ હતી. તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેઓ ICUમાં હતા. તે હવે નથી રહ્યાં તેવા સમાચાર આવ્યા છે. જેકલીન તેની માતાની ખૂબ નજીક હતી. જ્યારે તેની માતા બીમાર હતી, ત્યારે જેકલીન આખો સમય તેની સાથે હતી.

જેકલીન અથવા તેની ટીમ તરફથી તેની માતાના મૃત્યુ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.


જેકલીન IPL સેરેમનીમાં હાજર નહોતી
તમને જણાવી દઈએ કે જેકલીનની માતાની તબિયત ખૂબ જ ખરાબ હતી. તેમને 24 માર્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કારણે તે આઈપીએલમાં પરફોર્મ કરવા પણ નહોતી પહોંચી. તે 26 માર્ચે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ગુવાહાટીમાં યોજાનારી આઇપીએલ મેચમાં પરફોર્મ કરવાની હતી.

સલમાન ખાન જેકલીનની માતાને મળવા પહોંચ્યા

અભિનેતા સલમાન ખાન પણ જેકલીનને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ મુશ્કેલ સમયમાં સલમાન ખાન જેકલીન સાથે ઉભા રહ્યાં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now