Home Sports Italy Team Qualifies For T20 World Cup For The First Time

ઈટાલીની ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં ક્વોલિફાઈડ : ટીમના કેપ્ટન જો બર્ન્સ સાથે ધોની અનોખું કનેક્શન

ઈટાલીની ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં ક્વોલિફાઈડ
Published by: OBS Bureau
Last Updated: Jul 13, 2025, 06:16 AM IST

ક્રિકેટવિશ્વમાં ઈટાલી દૂર દૂર સુધી ક્યાંય નજરે નથી પડતું. યુરોપના આ સમૃદ્ધ દેશની ક્રિકેટ ટીમે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં જોરદાર પરફોર્મન્સ કરીને વર્ષ 2026માં ભારત અને શ્રીલંકામાં આયોજિત થનારા ટી20 વિશ્વકપમાં પહેલીવાર પ્રવેશ મેળવવાની મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતાનું શ્રેય આપવામાં આવી રહ્યું છે ઈટાલીની ટીમના કેપ્ટન જો બર્ન્સને, જે ક્યારેક ઓસ્ટ્રેલિયન ક્રિકેટર હતો.

ટીમના કેપ્ટન જો બર્ન્સ સાથે ધોની અનોખું કનેક્શન
2014 ની જે મેલબોર્નમાં ટેસ્ટથી જો બર્ન્સે એની નેશનલ કરિયરની શરૂઆત કરી હતી. આ ટેસ્ટમાં એમ.એસ.ધોનીની ફેરવેલ ટેસ્ટ એટલે કે આખરી ટેસ્ટ મેચ હતી, એટલે મીડિયાનું સંપૂર્ણ ધ્યાન ધોની પર જ હતું, એમાં પણ બર્ન્સને મળેલ ટેસ્ટ કેપની ખાસ નોંધ નહોતી લેવાઈ. અને એ જ મેચથી ભારતના યુવા ખેલાડી કે.એલ. રાહુલે પણ પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર શરૂ કરી હતી. રાહુલ પોતાના પરફોર્મન્સથી સફળ થઈ ગયો અને એની સાથે જ કરિયર શરૂ કરનાર જો બર્ન્સ કઈ ખાસ ન કરી શક્યો.

ડિસેમ્બર 2014 માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં ટેસ્ટ મેચ રમાઈ હતી. જો બર્ન્સની એ પહેલી મેચ હતી. 2020 સુધીમાં એને ઓસ્ટ્રેલિયા તરફથી 23 ટેસ્ટ મેચ રમવા મળી, પણ એની કરિયર ખાસ ન જામી. વર્ષ 2015 માં શરૂ થયેલી એની વન-ડે કરિયર તો 6 મેચ રમ્યા બાદ એ જ વર્ષે આટોપાઈ ગઈ. અને ટી-20 માં તો એને દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક જ નહોતી મળી. આમ, નબળી રમતને લીધે જો બર્ન્સ ઓસ્ટ્રિલિયાના ક્રિકેટ ઈતિહાસમાં કોઈ છાપ છોડી નહોતો શક્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now