Home Gujarat Isanpur Police Saved The Life Of A Young Man In Mumbai By Becoming A Yamadoot

ઈસનપુર પોલીસે 'દેવદૂત" બની યુવકનો મુંબઈમાં બચાવ્યો જીવ : 'શુભ વિવાહ' લખેલા હાથ પર બ્લેડ મારી, આપઘાત કરવા જતો હતો અને પોલીસે પહોચી

ઈસનપુર પોલીસે 'દેવદૂત" બની યુવકનો મુંબઈમાં બચાવ્યો જીવ
Published by: OBS Bureau
| Last Updated: Dec 13, 2025, 04:09 PM IST

અમદાવાદના ઈસનપુર પોલીસે સમયસર અને સંવેદનશીલ કાર્યવાહી કરી એક યુવકનો અમૂલ્ય જીવ બચાવીને ખરેખર સાચા અર્થમાં “પોલીસ પ્રજાનો મિત્ર છે”. તે વાતને સાર્થક કરી છે. મળતી માહિતી મુજબ, ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક યુવકના 12 ડિસેમ્બર 2025ના રોજ લગ્ન થવાના હતા, પરંતુ લગ્નની આગલી રાત્રે યુવક અચાનક ઘરેથી ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ તાત્કાલિક ઈસનપુર પોલીસનો સંપર્ક કરતા પોલીસે ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી.

બેંક એકાઉન્ટની વિગતો તપાસતા યુવક મુંબઈ પહોંચ્યાની માહિતી સામે આવી

પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં યુવક એક ટેક્સી કારમાં બેસીને બહાર જતો હોવાનું જણાયું હતું. વધુ તપાસમાં ખુલ્યું કે યુવકે ઇન્ડીગો એરલાઇન્સમાં મુંબઈ જવાની ટિકિટ બુક કરાવી હતી. ત્યારબાદ બેંક એકાઉન્ટની વિગતો તપાસતા 11/12/2025ના રોજ મુંબઈ સ્થિત ટુંગા ઇન્ટરનેશનલ હોટલના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરેલા હોવાનું પણ સામે આવ્યું હતું. આ આધારે ઈસનપુર પોલીસે મુંબઈની સ્થાનિક પોલીસની મદદ લઈને હોટલમાં તપાસ હાથ ધરી હતી.

બ્લેડ મારી નસ કાપી અને ગળફાંસો ખાવાની તૈયારી હતી અને પોલીસ પહોંચી...

હોટલના રૂમમાં પહોંચતા પોલીસને યુવક ગંભીર હાલતમાં મળ્યો હતો. યુવકે પોતાના ડાબા હાથના કાંડાના ભાગે મહેંદીથી લખાયેલ શુભ વિવાહ ઉપર બ્લેડ મારી નસ કાપી હતી અને ગળાફાંસો ખાઈ આપઘાત કરવાની તૈયારી કરી રહ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા સમજી ઈસનપુર પોલીસે વિલંબ કર્યા વિના તાત્કાલિક હસ્તક્ષેપ કરી યુવકને બચાવી લીધો. ત્યારબાદ યુવકને મુંબઈમાં જ તાત્કાલિક સારવાર અપાવવામાં આવી હતી.

લગ્ન કરવા ન હતા, માનસિક તાણના કારણે આવું પગલું ભર્યું!

પોલીસ પૂછપરછ દરમિયાન યુવકે જણાવ્યું હતું કે, તે લગ્ન કરવા ઇચ્છતો ન હતો અને આ કારણે માનસિક તાણ અનુભવતો હતો. લગ્નના દબાણથી બચવા માટે તે અમદાવાદથી ભાગી મુંબઈ આવ્યો હતો અને હોટલમાં એકલો રહેતા તણાવ વધતા તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઈસનપુર પોલીસે સમયસર કાર્યવાહી કરી યુવકનો જીવ બચાવી પરિવાર સાથે ફરી મિલાપ કરાવ્યો હતો. ઈસનપુર પોલીસની આ માનવતાભરી અને સતર્ક કામગીરીને લઈને પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે અને સમગ્ર ઘટનાએ સમાજમાં સંવેદનશીલતા અને સમયસર મદદની મહત્વતા ઉજાગર કરી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ટેક્સથી લગ્ન નોંધણી સુધી બધું જ એક ક્લિકમાં: હવે નહીં ખાવા પડે કચેરીઓના ધક્કા! ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિનું નવું પ્રતીક બનશે ઇ-નગર પોર્ટલ

ટેક્સથી લગ્ન નોંધણી સુધી બધું જ એક ક્લિકમાં

ભાવનગર: બુટલેગરોના ગઢ ગણાતા આડોડિયાવાસમાં SPનું બુલડોઝર ફર્યું, ભારે હોબાળો છતાં ડિમોલિશન યથાવત્

ભાવનગર

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર: ગમે ત્યારે જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો, ચૂંટણીપંચે જાહેર કરી મતદાર યાદી

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર

પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે સરકારની હાઈ-લેવલ બેઠક: સરકારી કંપનીઓ પાસે પૂરતો જથ્થો હોવાની ખાતરી, ગભરાઈને સંગ્રહખોરી ન કરવા અપીલ

પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે સરકારની હાઈ-લેવલ બેઠક

"ભાઈ, આવા ગંદા વીડિયો ના મૂકો, ગ્રૂપમાં લેડીઝ પણ છે": ભાજપના Whatsapp ગ્રૂપમાં ગંદો Video શેર કરતા મહિલા કાર્યકરો ભડકી, કોણે કાઢયા સંગઠનની આબરૂના ધજાગરા?

"ભાઈ, આવા ગંદા વીડિયો ના મૂકો, ગ્રૂપમાં લેડીઝ પણ છે"