Home National Isakhapatnam Steel Plant Major Accident Workers Dead

Andhra Pradesh: વિશાખાપટ્ટનમમાં મોટી દુર્ઘટના : પીગળેલું સ્ટીલ જમીન પર પડતાં આગ લાગી; 8 લોકોના કરૂણ મોત

Steel Plant Accident
Published by: Viral Patel
Last Updated: Jun 08, 2026, 01:40 PM IST

Andhra Pradesh : આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ ઘટના SMS-2 અને STC-3 હીટ ફેસિલિટીમાં બની હતી, જ્યાં મોટા જથ્થામાં પીગળેલા સ્ટીલનું લીકેજ થયું હતું અને તેણે ભયાનક આગનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, લેડલ (Ladle) માં બ્લાસ્ટ થવાને કારણે આ અકસ્માત થયો હતો, જેની લપેટમાં આવવાથી અનેક લોકોના મોત થયા છે.

વાસ્તવમાં, પીગળેલું સ્ટીલ જમીન પર પડી ગયું હતું, જેના કારણે ત્યાં આગ લાગી ગઈ હતી. ધીમે-ધીમે આ આગ પ્લાન્ટના મોટા હિસ્સામાં ફેલાઈ ગઈ. ફાયર ફાઈટરો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતા ઘણા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. સ્ટીલ પ્લાન્ટ મેનેજમેન્ટે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now