Home Health-lifestyle Is Your Heart Healthy Or Not Know From These Signs

હાલ-એ-દિલ જાણો આવી રીતે : તમારું દિલ તંદુરસ્ત છે કે નહીં, જાણો આ સંકેતો પરથી

હાલ-એ-દિલ જાણો આવી રીતે
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2025, 03:30 AM IST

આજકાલ હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યા વધી રહી છે. બદલાતી જીવનશૈલી અને ખાનપાનના કારણે આ સમસ્યાઓ વધી રહી છે. એમાં પણ જ્યારે તમને હ્રદયને લગતી કોઈ બીમારી થવાની હોય તો તમારું શરીર તમને સંકેત આપે જ છે.વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર, દર વર્ષે ૧૭.૯ અબજ લોકો હૃદય સંબંધિત રોગોથી મૃત્યુ પામે છે. આમાંથી ૮૫ ટકા લોકો હાર્ટ એટેક અથવા લકવાને કારણે મૃત્યુ પામે છે. શારીરિક પ્રવૃત્તિનો અભાવ, ખરાબ ટેવો અને ખાવાની ટેવમાં ફેરફાર - આ બધું હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યું છે.

હાર્ટ અટેકના કારણ

શરીરમાં કોલસ્ટ્રોલ જામવાથી ધમનીઓમાં રૂકાવટ આવે છે. જેનાથી દિલ સુધી પહોંચતા લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે. જ્યારે ધમનીઓ પુરી રીતે બંધ થઈ જાય છે, તો હાર્ટ અટેક આવી શકે છે. પરંતુ આપણું શરીર તમને પહેલા જ ચેતવણી આપી દે છે. જેના આધાર પર તમે પહેલા જ દિલની સેહતનો અંદાજ લગાવી શકો છે.

કોલસ્ટ્રોલનું લેવલ
શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયમિતપણે તપાસવું જોઈએ. જો કોલેસ્ટ્રોલનું સ્તર સામાન્ય હોય, તો તે સ્વસ્થ હૃદયની નિશાની છે. તેથી, સમય સમય પર તમારા કોલેસ્ટ્રોલની તપાસ કરાવતા રહો. જો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે તો હૃદયરોગના હુમલાનું જોખમ વધી શકે છે.

બ્લડ પ્રેશર
દિલનું વધુ એક મોટું દુશ્મન છે હાઈ બીપી. શરીરમાં બીપી સામાન્ય રહે તે જરૂરી છે. સામાન્ય બીપીનો મતલબ છે કે, દિલ સ્વસ્થ છે અને ધમનીઓ વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. એટલે જ હાઈ બીપી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

છાતીમાં દુઃખાવો
છાતીમાં દુઃખાવો થવો એ સ્વાસ્થય માટે ખતરાનો સંકેત હોય શકે છે. જો વધુ ચાલવાથી કે વ્યાયામ કરવાથી છાતીમાં દુખાવો થાય છે તો સાવધાન થઈ જવું જોઈએ.

શ્વાસ અને ઊર્જાથી સંકેત
શ્વાચ્છોશ્વાસની ક્રિયા વ્યવસ્થિત હોય અને તમે આખો દિવસ ઊર્જાવાન મહેસૂસ કરો તો સમજવું કે તમારું હ્રદય સારી રીતે કામ કરી રહ્યું છે.

(Diclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. OffBeatStories તેની પુષ્ટિ નથી કરતું. કોઈ પણ નુસખો અજમાવતા પહેલા વિશેષજ્ઞોની સલાહ જરૂરથી લો.)

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now