Home Automobile Is There Confusion Between Tata Punch And Maruti Fronx In A Budget Of Rs 6 Lakh

Tata Punch અને Maruti Fronx વચ્ચે કન્ફ્યુઝન છે? : જાણો ફીચર્સ, માઇલેજ અને પરફોર્મન્સમાં કઈ SUV છે બેસ્ટ!

Tata Punch અને Maruti Fronx વચ્ચે કન્ફ્યુઝન છે?
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 07:11 AM IST

Which SUV is the best in a budget of 6 lakhs : આજના સમયમાં કોમ્પેક્ટ SUV નો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જો તમે પણ ₹6 લાખની આસપાસના બજેટમાં નવી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ટાટા પંચ (Tata Punch) અને મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ (Maruti Suzuki Fronx) તમારા લિસ્ટમાં ચોક્કસ હશે. હાલમાં ટાટા પંચને નવા અપડેટ્સ સાથે લોન્ચ કરવામાં આવી છે, જે તેને વધુ પાવરફુલ બનાવે છે. તો બીજી તરફ મારુતિની ફ્રોન્ક્સ તેની સ્ટાઇલ અને માઇલેજ માટે જાણીતી છે. જાણો આ બંને કારમાંથી તમારા માટે કઈ કાર શ્રેષ્ઠ સાબિત થશે.

કિંમતનો તફાવત

બજેટની વાત કરીએ તો ટાટા પંચ થોડી સસ્તી પડે છે. ટાટા પંચની શરૂઆતની કિંમત ₹5.59 લાખથી થાય છે, જ્યારે તેના ટર્બો વેરિઅન્ટ્સ ₹8.29 લાખથી ₹9.79 લાખ સુધી જાય છે. તેની સામે મારુતિ ફ્રોન્ક્સની શરૂઆતની કિંમત ₹6.85 લાખ છે અને તેનું ટર્બો વર્ઝન અંદાજે ₹8.91 લાખથી શરૂ થાય છે. આમ, શરૂઆતના બજેટમાં પંચ વધુ સસ્તી છે.

એન્જિન અને પાવર

જો તમને પાવરફુલ ડ્રાઇવિંગ ગમે છે, તો ટાટા પંચ ટર્બો આગળ છે. તેમાં 1.2-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 120ps પાવર અને 170nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે ફ્રોન્ક્સ ટર્બોમાં 1.0-લિટર બૂસ્ટરજેટ એન્જિન છે, જે 100ps પાવર અને 148nm ટોર્ક આપે છે. પાવરની બાબતમાં ટાટા પંચ, મારુતિ ફ્રોન્ક્સ કરતાં ઘણી આગળ છે.

માઇલેજની સરખામણી

મધ્યમ વર્ગના પરિવારો માટે માઇલેજ ખૂબ મહત્વનું હોય છે. અહીં મારુતિ ફ્રોન્ક્સ બાજી મારી જાય છે. ફ્રોન્ક્સની માઇલેજ અંદાજે 20 થી 27 કિમી પ્રતિ લીટર છે. તેની સરખામણીમાં ટાટા પંચ ટર્બો 15 થી 18 કિમીની માઇલેજ આપે છે. જો તમારું રનિંગ શહેરમાં વધુ હોય અને તમે પેટ્રોલ બચાવવા ઈચ્છો છો, તો ફ્રોન્ક્સ સારો ઓપ્શન છે.

સેફ્ટી અને ફીચર્સ

સેફટીની દ્રષ્ટિએ ટાટા પંચ દેશની સૌથી સુરક્ષિત કારોમાંની એક છે, તેને 5-સ્ટાર ભારત NCAP રેટિંગ મળેલું છે. તેમાં 10.25-ઇંચ ટચસ્ક્રીન અને 360-ડિગ્રી કેમેરા જેવા હાઇ-ટેક ફીચર્સ છે. બીજી તરફ, ફ્રોન્ક્સમાં હેડ-અપ ડિસ્પ્લે અને પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ જેવા પ્રીમિયમ ફીચર્સ મળે છે જે યુવાનોને વધુ આકર્ષે છે.

કઈ SUV તમારા માટે બેસ્ટ રહેશે?

બંને SUV પોતપોતાની રીતે શ્રેષ્ઠ છે. જો તમારી પ્રાથમિકતા મજબૂત બોડી, વધુ પાવર અને સેફટી છે, તો ટાટા પંચ ખરીદવી જોઈએ. પરંતુ જો તમે સ્ટાઇલિશ લુક, પ્રીમિયમ ફીચર્સ અને શાનદાર માઇલેજ ઈચ્છો

છો, તો મારુતિ ફ્રોન્ક્સ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now