Broken Glass Vastu Tips: આપણા રોજિંદા જીવનમાં કાચની વસ્તુઓ જેમ કે અરીસો, વાસણો કે બારીના કાચનો ઉપયોગ અનિવાર્ય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં કાચ તૂટવો એ માત્ર એક સામાન્ય ઘટના નથી, તેની પાછળ ઊંડા સંકેતો છુપાયેલા હોય છે. વાસ્તુ એ પ્રાચીન વિજ્ઞાન છે જે ઘરની વસ્તુઓથી લઈને તેમની સ્થિતિ સુધીની દરેક વાતને આપણા જીવન પર સકારાત્મક કે નકારાત્મક અસર સાથે જોડે છે. ચાલો જાણીએ કે કાચ તૂટવા પાછળના શુભ-અશુભ સંકેતો શું છે અને તેના માટેના વાસ્તુ ઉપાયો કયા છે.
ઘરમાં કાચ તૂટવાના શુભ સંકેતો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, અચાનક કાચ તૂટવો મોટેભાગે શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે ઘરમાં આવવાની હતી તે કોઈ મોટી આફત અથવા નકારાત્મક ઉર્જા તૂટીને દૂર થઈ ગઈ છે. આનાથી ટૂંક સમયમાં સારા સમાચાર, ધન પ્રાપ્તિ અથવા સુખ-સમૃદ્ધિના સંકેત મળી શકે છે.
કાચની બારી તૂટવી: અચાનક બારીનો કાચ તૂટે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનો અર્થ છે કે કોઈ મોટી મુશ્કેલી ટળી ગઈ છે અને જલ્દી જ સારા સમાચાર આવશે.
અરીસો તૂટવો: વાસ્તુ મુજબ, અરીસો તૂટવો પણ નકારાત્મક ઉર્જાને શોષીને તેને દૂર કરવાનો સંકેત આપે છે, જે શુભ છે.
ઘરમાં કાચ તૂટવાના અશુભ સંકેતો
જો કે, કેટલાક કિસ્સાઓમાં તે અશુભ પણ હોઈ શકે છે:
લગ્ન કે પૂજા વખતે: શુભ પ્રસંગે (જેમ કે લગ્ન કે પૂજા વખતે) કાચ અથવા અરીસો તૂટે તો તેને અશુભ માનવામાં આવે છે.
કાચના વાસણ તૂટવા: આ નકારાત્મક ઉર્જા, તણાવ અથવા નાણાકીય નુકસાનનો સંકેત આપી શકે છે.
ઘરમાં તૂટેલો કાચ ક્યારેય ન રાખો
વાસ્તુના નિષ્ણાતો અનુસાર, તૂટેલો કાચ અથવા અરીસો ઘરમાં રાખવો ખૂબ જ અશુભ છે. તે નકારાત્મક ઉર્જા આકર્ષે છે, જેનાથી ચિંતા, ગુસ્સો, મતભેદ અને પારિવારિક સમસ્યાઓ વધી શકે છે. તેથી તૂટ્યા પછી તરત જ તેને ઘરની બહાર કાઢી દેવો.
તૂટેલા કાચ માટે વાસ્તુ ઉપાયો
જો ઘરમાં કાચ તૂટી જાય તો આ ઉપાયો અનુસરો અને નકારાત્મકતા દૂર કરો:તૂટેલા કાચના ટુકડાને તરત જ કાળજીપૂર્વક એકઠા કરીને કચરાપેટીમાં ફેંકી દો. ઘરમાં ક્યારેય ન રાખો.
તૂટ્યા પછી ઘરમાં ધૂપ અથવા કપૂર બાળો, જેથી સકારાત્મક ઉર્જા વધે અને નેગેટિવિટી દૂર થાય.
તૂટેલી જગ્યાને મીઠાના પાણીથી સાફ કરો, આ વાસ્તુ દોષને શાંત કરે છે.
નવો કાચ અથવા અરીસો લગાવતા પહેલાં તેને ગંગાજળથી શુદ્ધ કરો.
ઘરમાં ચોખ્ખા અને અખંડ અરીસાનો જ ઉપયોગ કરો – ગોળ અથવા અંડાકાર અરીસા ટાળો, કારણ કે તે પોઝિટિવ એનર્જીને નેગેટિવમાં બદલી શકે છે.
વાસ્તુ અનુસાર, કાચ તૂટવો મોટેભાગે આફત ટાળવાનો સંકેત છે, પરંતુ તૂટેલી વસ્તુ રાખવી ટાળો. આ ટિપ્સ અનુસરીને તમે ઘરમાં સકારાત્મકતા જાળવી શકો છો. જો વારંવાર આવું થાય તો વાસ્તુ નિષ્ણાતની સલાહ લો!





















