ભારતીય યુવા ક્રિકેટર અભિષેક શર્મા અત્યારે પોતાના શાનદાર ફોર્મને કારણે ચર્ચામાં છે, પરંતુ આ વખતે તે રમતને કારણે નહીં પણ પોતાની પર્સનલ લાઈફને કારણે હેડલાઈન્સમાં છે. સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ઉડી રહી છે કે અભિષેક શર્મા જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર લૈલા ફૈઝલને ડેટ કરી રહ્યો છે.
મેચિંગ પોસ્ટ્સથી ફેન્સ થયા સતર્ક
આ અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે ફેન્સે નોંધ્યું કે અભિષેક અને લૈલા બંનેએ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક જ લોકેશનની અને મેચિંગ કેપ્શન સાથેની તસવીરો શેર કરી હતી. ફેન્સનું માનવું છે કે બંને એકસાથે સમય વિતાવી રહ્યા છે. ઇન્ટરનેટ પર યુઝર્સ બંનેની જૂની પોસ્ટ્સ પણ શોધી રહ્યા છે જેમાં કંઈક સમાનતા જોવા મળે.
કોણ છે લૈલા ફૈઝલ?
લૈલા ફૈઝલ એક લોકપ્રિય ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર છે, જે પોતાની ફેશન અને લાઈફસ્ટાઈલ પોસ્ટ્સ માટે જાણીતી છે. બીજી તરફ, અભિષેક શર્મા IPL અને ભારતીય ટીમ માટે એક વિસ્ફોટક ઓપનર તરીકે ઉભરી આવ્યો છે. જોકે, આ બાબતે અભિષેક શર્મા કે લૈલા ફૈઝલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
ભારતીય ક્રિકેટમાં ક્રિકેટર્સ અને ગ્લેમર વર્લ્ડની હસ્તીઓ વચ્ચેના સંબંધો હંમેશા ચર્ચામાં રહે છે, ત્યારે હવે અભિષેક શર્માનું નામ આ યાદીમાં જોડાયું હોય તેમ લાગી રહ્યું છે. ફેન્સ અત્યારે બંને તરફથી આ મામલે સ્પષ્ટતા થાય તેની રાહ જોઈ રહ્યા છે.





