Home Sports Ipl Restarts With A Bang After Operationsindoor

હવે વધુ રોમાંચ, વધુ સુરક્ષા : ઑપરેશન સિંદૂર બાદ IPLનો ધમાકેદાર રી-સ્ટાર્ટ

હવે વધુ રોમાંચ, વધુ સુરક્ષા
Published by: OBS Bureau
Last Updated: May 17, 2025, 10:43 AM IST

ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે રોમાંચ અનેખુશીની ઘડી આવી ગઈ છે. દેશના સુરક્ષા સંદર્ભે મહત્ત્વપૂર્ણ માનવામાં આવેલા *‘ઑપરેશન સિંદૂર’*ને કારણે અચાનક સ્થગિત કરાયેલઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) હવે પુનઃ ધમાકેદાર રીતે શરૂ થવા જઈ રહી છે. શનિવારે પુનઃશરૂ થતી આ ટૂર્નામેન્ટ દેશભરમાં ફેન્સમાં એક નવી ઉર્જા ભરી રહી છે.

‘ઑપરેશન સિંદૂર’ને પગલે IPL ની બાકીની મેચો સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. અનેક શહેરોમાં ચાલી રહેલી તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ક્રિકેટ મેચ દરમિયાન મોટી ભીડના સંદર્ભે કોઈ પણ પ્રકારની અસુવિધા કે, અનિચ્છનીય ઘટનાને ટાળવી તે મુખ્ય ઉદ્દેશ હતો.

હવે જ્યારે ‘ઑપરેશન સિંદૂર’ પછી સ્થિતિ સામાન્યથઇ ગઈ છે ત્યારે BCCIએ ટૂર્નામેન્ટ ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આજેથી IPLની પુનઃશરૂઆત સાથે જ ક્રિકેટના મેદાનમાં ફરી એકવાર ચીયર્સ ગુંજાવશે અને છગ્ગા-ચોક્કાની ધમાકેદાર રમઝટ જોવા મળશે.

BCCI અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા તમામ મેચ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે. દરેક સ્ટેડિયમમાં ખાસ કમાન્ડો ફોર્સ તૈનાત કરવામાં આવી છે, તેમજ દરેક પ્રશિક્ષણ સેશન અને ટીમના રોકાણ સ્થળો પર પણ વિશેષ સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


પરીસ્થિતિ સામાન્ય થયા બાદ IPLના બાકીની મેચો માટે નવા શેડ્યૂલની પણ જાહેરાત કરવામાં આવી છે. દરેક ટીમના ફેન્સ હવે ફરીથી પોતાની મનપસંદ ટીમને ચીયર કરવા માટે આતુર છે. IPLના પ્રવક્તાએ જણાવ્યું કે, “અમારું ધ્યેય ક્રિકેટ સાથે સાથે દરેક દર્શક અને ખેલાડીઓની સુરક્ષા જાળવવાનું છે. અમે સરકાર તરફ થી મળેલી ગાઈડલાઈન્સને સંપૂર્ણ  પણે અનુસરીને ટૂર્નામેન્ટ ફરી શરૂ કરી રહ્યા છીએ.”


ફેન્સ માટે હવે મોટી ખુશીની વાત એ છે કે, ટિકિટનું રિફંડ ન લઈને ધીરજ રાખનારા દર્શકો માટે આગળની મેચો માટે રિઝર્વ બેઠકોનું આયોજન કરાયું છે. ઉપરાંત, BCCI ડિજિટલ પ્લેટફોર્મ પર ખાસ ‘રીસ્ટાર્ટ કેમ્પેઈન’ શરૂ કરી રહી છે જેમાં મેચ હાઈલાઈટ્સ, ખાસ કન્ટેન્ટ અને રમુજી ક્લિપ્સ તૈયાર કરવામાં આવીશે.

ટૂર્નામેન્ટ ફરી શરૂ થતાં હવે ક્રિકેટના મેદાનમાં નવી રસપ્રદ મેચો, ટકરાવ અને પોઈન્ટ ટેબલમાં પરિવર્તન જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે, કઈ ટીમ આ નવા પ્રારંભમાં પોતાની પોઝીશન મજબૂત કરે છે અને કોણ પ્લેઑફ માટે દાવેદાર બને છે!


“ક્રિકેટ પ્રેમીઓ, કમર કસો! IPL ફરીથી ચાલુ છે – હવે નહિ કોઈ વિરામ, નહિ કોઈ સંકટ, ફક્ત રમતોનો તડકો!”

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now