Home Sports Ipl Auction 2026 Why Delhi Capitals Bought Prithvi Shaw For 75 Lakh

IPL ઓક્શન 2026: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને ₹75 લાખમાં કેમ ખરીદ્યો : CO-OWNERએ જ કર્યો ઓક્શન બાદ ખુલાસો

IPL ઓક્શન 2026: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને ₹75 લાખમાં કેમ ખરીદ્યો
Published by: OBS Bureau
Last Updated: Dec 17, 2025, 12:32 PM IST

Prithvi Shaw comeback: IPL 2026 ની ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સ દ્વારા પૃથ્વી શોને માત્ર ₹75 લાખની બેઝ પ્રાઈસ પર ફરીથી ટીમમાં સામેલ કરવાનો નિર્ણય ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક સમયના ભારતીય ક્રિકેટના સૌથી આશાસ્પદ યુવા બેટ્સમેન માનવામાં આવતા પૃથ્વી શોને ગયા સિઝનમાં કોઈ ટીમે ખરીદ્યો ન હતો, પરંતુ દિલ્હી કેપિટલ્સે અંતિમ તબક્કામાં તેને ફરી તક આપીને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દિલ્હી કેપિટલ્સના સહ-માલિક કિરણ કુમાર ગ્રાન્ધીએ હરાજી બાદ સ્પષ્ટ કર્યું કે ફ્રેન્ચાઇઝી માટે આ નિર્ણય માત્ર ખેલાડી ખરીદવાનો નહીં, પરંતુ પૃથ્વી શોને “બીજી તક” આપવાનો છે. ગ્રાન્ડીનું માનવું છે કે દરેક ખેલાડીની કારકિર્દીમાં ઉતાર-ચઢાવ આવતાં જ હોય છે અને પૃથ્વી શો માટે આ IPLમાં મજબૂત વાપસી કરવાની શ્રેષ્ઠ તક બની શકે છે.

શું કહ્યું દિલ્હી કેપિટલ્સના માલિક કિરણ કુમાર ગ્રાન્ડીએ ?

પૃથ્વી શોનું નામ જ્યારે ઓક્શનના પ્રથમ રાઉન્ડમાં આવ્યું ત્યારે કોઈ પણ ટીમે બોલી લગાવી નહોતી. ₹75 લાખની બેઝ પ્રાઈસ હોવા છતાં તે અનસોલ્ડ રહ્યો હતો. IPL 2026 ની ઓક્શનના મુખ્ય ડ્રોમાં અને ઝડપી રાઉન્ડમાં પણ તેને શરૂઆતમાં અવગણના સહન કરવી પડી. પરંતુ હરાજીના અંતિમ તબક્કામાં દિલ્હી કેપિટલ્સે પોતાના પૂર્વ ખેલાડી પર વિશ્વાસ રાખીને તેને બેઝ પ્રાઈસ પર ખરીદ્યો. ગ્રાન્ડીએ જણાવ્યું, “પૃથ્વીએ ભૂતકાળમાં દિલ્હી કેપિટલ્સ માટે ઉત્તમ પ્રદર્શન કર્યું છે. તે એક પ્રતિભાશાળી ખેલાડી છે અને અમને વિશ્વાસ છે કે આ બીજી તકને તે ગંભીરતાથી લેશે. અમે તેને ફરીથી દિલ્હીની જર્સીમાં જોવા માટે ઉત્સાહિત છીએ અને આશા રાખીએ છીએ કે તે ટીમ માટે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.” પૃથ્વી શોએ પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન દિલ્હી કેપિટલ્સ માટે કુલ 79 મેચ રમી હતી અને તેમાં 1,892 રન બનાવ્યા હતા. શરૂઆતમાં તેણે આક્રમક ઓપનર તરીકે પોતાની છાપ છોડી હતી, પરંતુ સમય જતા ફોર્મ અને ફિટનેસની સમસ્યાઓને કારણે તે ટીમની પસંદગીમાંથી બહાર થયો હતો.

ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સની સ્માર્ટ ડીલ

2025 ની મેગા ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સે તેને રિલીઝ કર્યો હતો, જે બાદ તેનો કારકિર્દીનો ગ્રાફ નીચે ગયો. ઓક્સનમાં પૃથ્વી શો સિવાય દિલ્હી કેપિટલ્સે કેટલાક સ્માર્ટ ડીલ પણ કરી હતી. ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરના ઓલરાઉન્ડર આકિબ નબી ડારને ₹8.40 કરોડમાં ખરીદીને ટીમે પોતાનો મિડલ ઓર્ડર અને બોલિંગ ઓપ્શન મજબૂત કર્યો છે. ગ્રાન્ધીનું માનવું છે કે ઓક્શન દરમિયાન ફ્રેન્ચાઇઝીએ તમામ જરૂરી વિભાગોને આવરી લીધા છે અને નવી સીઝન માટે ટીમ દેખાય છે. આ રીતે, દિલ્હી કેપિટલ્સ માટે પૃથ્વી શોની વાપસી માત્ર ભાવનાત્મક નિર્ણય નથી, પરંતુ એક ગણતરીપૂર્વકનો જોખમ છે. હવે બધાની નજર પૃથ્વી શો પર રહેશે કે શું તે આ બીજી તકનો પૂરતો લાભ લઈ IPL 2026 માં પોતાનું ખોવાયેલું સ્થાન પાછું મેળવી શકે છે કે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now