Home Sports Ipl 2026 Where And How To Book Tickets Know When The Sale Of Tickets For Ipl Matches Will Start

IPL 2026; ટિકિટ ક્યાં અને કેવી રીતે બુક કરવી? : જાણો ક્યારથી શરૂ થશે IPL મેચોની ટિકિટોનું વેચાણ

IPL 2026; ટિકિટ ક્યાં અને કેવી રીતે બુક કરવી?
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 11:50 AM IST

IPL 2026 : ક્રિકેટના ફેન્સ માટે ખુશીના સમાચાર છે! ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 11 માર્ચના રોજ IPL 2026 નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. ટુર્નામેન્ટની શરૂઆત 28 માર્ચથી થવાની છે, અને હાલમાં પ્રથમ તબક્કાની 20 મેચોની વિગતો સામે આવી છે. શેડ્યૂલ જાહેર થતાની સાથે જ ફેન્સમાં હવે એક જ ચર્ચા છે કે, મેચ જોવા માટે ટિકિટ ક્યારે અને ક્યાંથી મળશે.

ટિકિટ અંગે સત્તાવાર સ્થિતિ

હાલમાં BCCI દ્વારા આગામી સીઝનની ટિકિટોના વેચાણ અંગે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. જોકે, ટિકિટિંગ પાર્ટનર્સ તરફથી કેટલીક મહત્વની અપડેટ્સ સામે આવી રહી છે, જે દર્શાવે છે કે, ટૂંક સમયમાં જ ફેન્સ પોતાની મનપસંદ મેચની ટિકિટ ખરીદી શકશે.

Zomato એપ પર 'Coming Soon '

ટિકિટ બુકિંગ માટે જાણીતી એપ્લિકેશન Zomato ની 'District' એપ પર IPL ટિકિટો માટે એક અલગ વિભાગ (સેક્શન) બનાવવામાં આવ્યો છે. આ સેક્શનમાં હાલમાં "Coming Soon" (ટૂંક સમયમાં આવી રહ્યું છે) લખેલું જોવા મળે છે. આ સંકેત આપે છે કે, ગમે ત્યારે ટિકિટોનું વેચાણ શરૂ થઈ શકે છે.

BookMyShow પર રજીસ્ટ્રેશન શરૂ

બીજી તરફ, BookMyShow એ ટિકિટ માટે પ્રી-સેલ રજીસ્ટ્રેશન શરૂ કરી દીધું છે. આ પ્રી-સેલમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચોનો સમાવેશ થાય છે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમની મેચોનો સમાવેશ થાય છે. યાદ રાખજો કે, આ પ્રી-રજીસ્ટ્રેશન ટિકિટ મળવાની ગેરંટી નથી, પરંતુ તે તમને સામાન્ય લોકો કરતાં વહેલી ટિકિટ ખરીદવાની તક આપી શકે છે.

બેંગલુરુમાં રમાશે પ્રથમ મેચ કે નહીં?

ટુર્નામેન્ટની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે બેંગલુરુમાં રમાવાની છે. શેડ્યૂલ જાહેર કરતી એક રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, બેંગલુરુમાં મેચો કર્ણાટક સરકાર દ્વારા રચાયેલી નિષ્ણાત સમિતિની મંજૂરીને આધીન છે. 13 માર્ચે, સમિતિ એક બેઠક યોજશે અને સ્ટેડિયમનું મૂલ્યાંકન કરશે કે, શું તે મેચોનું આયોજન કરવાની ક્ષમતા ધરાવે છે કે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now