Home Sports Ipl 2026 These 31 Finishers Will Change The Movement Of The Game In The Final Overs

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ! : જાણો 10 ટીમોના આ 31 મેચ વિનર ફિનિશર્સ વિશે

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!
Published by: OBS Bureau
Last Updated: Mar 21, 2026, 12:34 PM IST

IPL 2026 : ક્રિકેટની ઇનિંગની શરૂઆત કરનાર ઓપનરનું તો મહત્વ હોય જ છે. ટીમના ઓપનર્સ પાવરપ્લેમાં તક હોય છે, શોટ્સ મારવાની કેમ કે સર્કલની બહાર માત્ર બે જ ફિલ્ડર હોય છે. જેના કારણે ચોગ્ગા અને છગ્ગા ફટકારવું શરૂઆતમાં સરળ રહે છે. પરંતુ મેચમાં ખરાખરીની જંગ અંતિમની ઓવરમાં શરૂ થાય જેમાં ટીમના ફિનિશર ટીમને કેવું ફિનિશિંગ ટચ આપે છે તે ટીમ માટે મહત્વપૂર્ણ હોય છે કારણ કે, મેચનું મૂવમેન્ટમ અંતિમની ઓવરોમાં ડિસાઇડ થતું હોય છે. IPL 2026 માં આવી જ રોમાંચક ક્ષણો જોવા મળશે, કારણ કે આ વખતે લીગની 10 ટીમો પાસે કુલ 31 એવા ધૂરંધર ફિનિશર ખેલાડીઓ છે, જે એકલા હાથે ગમે ત્યારે મેચનું પાસું પલટાવીને ટીમને જીતડવાની તાકાત ધરાવે છે.

મુંબઈ, ચેન્નાઈ અને RCB ની તાકાત

સૌથી સફળ ટીમોની વાત કરીએ તો, મુંબઈ ઇન્ડિયન્સ પાસે હાર્દિક પંડ્યા, નમન ધીર અને વિલ જેક્સ જેવા 3 શક્તિશાળી ફિનિશર છે. બીજી તરફ, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પાસે એક્સપિરિયન્સ એમ. એસ ધોની સાથે શિવમ દુબે, કાર્તિક શર્મા અને ડિવાલ્ડ બ્રેવિસ જેવા 4 આક્રમક ખેલાડીઓની ફોજ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB પણ પાછળ નથી, તેમની પાસે આ વખતે ટિમ ડેવિડ, જીતેશ શર્મા અને રોમારિયો શેફર્ડ જેવા મેચ વિનરો ઉપલબ્ધ છે.

દિલ્હી અને હૈદરાબાદના વિસ્ફોટક બેટ્સમેન

દિલ્હી કેપિટલ્સની ટીમમાં આ વખતે ડેવિડ મિલર, સમીર રિઝવી અને આશુતોષ શર્મા જેવા ઘાતક ફિનિશર્સ છે. સનરાઇઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો, ત્યાં લાયમ લિવિંગસ્ટન, હેનરિક ક્લાસેન અને અનિકેત વર્મા જેવા ખેલાડીઓ અંતિમ ઓવરોમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરીને પોતાની વિસ્ફોટક બેટિંગથી વિરોધી ટીમનું મૂવમેન્ટમ બગાડી શકે છે.

ગુજરાત, લખનઉ અને રાજસ્થાનની રણનીતિ

ગુજરાત ટાઇટન્સ પાસે વેસ્ટ ઈન્ડિઝ પાવર જેસન હોલ્ડર, ઈન્ડિયન રાહુલ તેવટિયા અને ન્યુઝીલેન્ડ ઓલ-રાઉન્ડર ગ્લેન ફિલિપ્સ જેવા 3 એક્સપિરિયન્સ ફિનિશર છે. લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ નિકોલસ પૂરન, આયુષ બદોની અને અબ્દુલ સમદની ત્રિપુટી ફિનિશિંગ કરશે. જ્યારે રાજસ્થાન રોયલ્સ પાસે શિમરોન હેટમાયર, શુભમ દુબે અને ડોનોવન ફરેરા જેવા પ્લેયર્સ છે, જે કોઈપણ પરિસ્થિતિમાં ઝડપથી રન બનાવીને સ્કોરકાર્ડની ગતિને વધારી શકે છે.

KKR અને પંજાબના મેચ વિનર્સ

કોલકાતા નાઈટ રાઈડર્સમાં આ વખતે આન્દ્રે રસેલની ફિનિશિંગ જોવા નહીં મળે પણ રિન્કુ સિંહ, રમનદીપ સિંહ અને રોવમેન પોવેલ આ જવાબદારી નિભાવવા તૈયાર છે. છેલ્લે, પંજાબ કિંગ્સની ટીમમાં શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ અને માર્કો યાનસન જેવા 3 શાનદાર ફિનિશર છે, જે અંતિમ ઓવરોમાં પોતાની તાકાત બતાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now