Home Sports Ipl 2026 Opening Ceremony Cancelled Bcci Reason Gujarati

IPL 2026 ઓપનિંગ સેરેમની રદ, BCCIનો મોટો નિર્ણય : સ્ટેડિયમમાં નહીં જોવા મળે ગ્લેમર શો! તેની પાછળ છે દુઃખદ કારણ

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL 2026ની તૈયારી
Published by: Aryan Shah
Last Updated: Mar 26, 2026, 10:03 AM IST

IPL Opening Ceremony Update: IPL એટલે ક્રિકેટ સાથે ગ્લેમર અને મનોરંજનનું અનોખું સંયોજન. દર વર્ષે ઓપનિંગ સેરેમનીમાં બોલીવુડ સ્ટાર્સ, મ્યુઝિક અને ભવ્ય કાર્યક્રમો જોવા મળે છે. પરંતુ IPL 2026 શરૂ થવાના થોડા દિવસો પહેલાં જ એક મોટા નિર્ણયે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. BCCI દ્વારા એવી નિર્ણય લેવામાં આવ્યો છેકે, આ વર્ષે IPLનુંઓપનિંગ સેરેમની જ નહીં થાય. આ નિર્ણય કેમ લેવાયો? શું પાછળ કોઈ ખાસ કારણ છે? આવો વિગતવાર સમજીએ.

IPL 2026 Opening Ceremony કેમ રદ થઈ?

ભારતીય ક્રિકેટ નિયામક મંડળ એટલે કે Board of Control for Cricket in India એ IPL 2026 માટે પરંપરાગત ઓપનિંગ સેરેમની ન કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ માનવિય સંવેદના સાથે જોડાયેલું છે. અહેવાલ મુજબ, ગયા વર્ષે Royal Challengers Bengaluru ની જીતની ઉજવણી દરમિયાન બેંગલુરુમાં એક ભયાનક સ્ટેમ્પીડ (ભીડભાડ દુર્ઘટના) બની હતી, જેમાં 11 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાએ આખા ક્રિકેટ વર્તુળને ઝંઝોડીને રાખી દીધું હતું. તેથી BCCIએ આ વર્ષે ગ્લેમરસ સેલિબ્રેશન કરતાં સંવેદનાને પ્રાથમિકતા આપી છે.

આ નિર્ણય માત્ર કાર્યક્રમ રદ કરવાનો નથી, પરંતુ એક મોટો સંદેશ પણ આપે છે. કારણકે, ગત વર્ષે સ્ટેડિયમ બહાર થયેલી દોડધામમાં 11 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અને કોઈપણ ભોગે BCCI આ ઘટનાને ભૂલવા તૈયાર નથી. મૃતકો પ્રત્યે શ્રદ્ધાંજલિરૂપે જ BCCI દ્વારા આ વર્ષે આઈપીએલના પ્રારંભો ભવ્ય સમારોહ રદ્દ કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરક્ષા અને સંવેદનાને પ્રાથમિકતા આપવામાં આવી છે. IPL જેવી મોટી લીગ માટે આ પ્રકારનો નિર્ણય અસામાન્ય ગણાય, કારણ કે ઓપનિંગ સેરેમની સામાન્ય રીતે કરોડો દર્શકોને આકર્ષે છે.

IPL 2026ની શરૂઆત કેવી રીતે થશે?

આ વખતે IPL 2026ની શરૂઆત સીધી મેચથી થશે. આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન RCBના હોમ ગ્રાઉન્ડ ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં આઈપીએલની પહેલી મેચ રમાશે. પ્રથમ મેચમાં Royal Challengers Bengaluru સામે Sunrisers Hyderabad હશે. આ મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. સામાન્ય રીતે જ્યાં મેચ પહેલા 30–60 મિનિટનું ભવ્ય શો જોવા મળે છે, ત્યાં આ વખતે સીધી ક્રિકેટ એક્શન જોવા મળશે.

IPL અને ઓપનિંગ સેરેમનીનો ઇતિહાસઃ

IPLની શરૂઆતથી જ ઓપનિંગ સેરેમની તેની ઓળખનો મહત્વનો ભાગ રહી છે.

બોલીવુડ સ્ટાર્સના પરફોર્મન્સ

આંતરરાષ્ટ્રીય કલાકારો

ફટાકડા અને લાઈટ શો

ટીમોની ગ્રાન્ડ એન્ટ્રી

આ તમામ વસ્તુઓ IPLને માત્ર ક્રિકેટ લીગ નહીં પરંતુ એક મનોરંજન ફેસ્ટિવલ બનાવે છે.

પરંતુ IPL 2026માં પહેલીવાર આ પરંપરા તૂટતી જોવા મળશે.

IPL 2026 વિશે મહત્વની માહિતી

ટુર્નામેન્ટ તારીખ: 28 માર્ચથી શરૂ

કુલ મેચો: લગભગ 84

ટીમો: 10

આ વર્ષે BCCIએ કેટલીક નવી ગાઇડલાઇન્સ પણ લાગુ કરી છે, જેમ કે મેચના દિવસે પ્રેક્ટિસ પર પ્રતિબંધ.

આ બધું IPLને વધુ વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે કરવામાં આવી રહ્યું છે.

કેમ લેવાયો આ નિર્ણય તે બીજી રીતે સમજીએઃ

1. માનવિય મૂલ્યોને પ્રાથમિકતા-

ક્રિકેટથી પણ મોટું છે માનવ જીવન, આ સંદેશ સ્પષ્ટ મળે છે.

2. સુરક્ષા પર ફોકસ-

સ્ટેડિયમ અને જાહેર ઇવેન્ટ્સ માટે વધુ કડક નિયમો લાગુ થઈ શકે છે.

3. IPLના સ્વરૂપમાં બદલાવ-

ગ્લેમર કરતાં ક્રિકેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત થશે.

ફેન્સ માટે શું બદલાશે?

કોઈ બોલીવુડ પરફોર્મન્સ નહીં

ઓપનિંગ શો નહીં

સીધી મેચ એક્શન

કેટલાક ફેન્સ માટે આ નિરાશાજનક હોઈ શકે, પરંતુ ઘણા લોકો આ નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યા છે.

IPL શરૂ થવાના પહેલા આ નિર્ણય આવતા:

આખા ટુર્નામેન્ટની ટોન બદલાઈ ગઈ છે

ચર્ચા સુરક્ષા અને સંવેદનાની તરફ વળી છે

ફેન્સ અને આયોજકો માટે એક નવી દિશા

આ નિર્ણય ભવિષ્યમાં અન્ય મોટા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ માટે પણ ઉદાહરણ બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
વૈભવ સૂર્યવંશી માટે ખુલશે ટીમ ઈન્ડિયાના દરવાજા!
IPL ડેબ્યૂમાં ગોવાના કોચે બનાવ્યો હતો કોહલી-રોહિત કરતાં મોટો રેકોર્ડ!
Shane Warne ની માસ્ટરસ્ટ્રોક ડીલ RR વેચાતા પરિવાર થયો માલામાલ!
IPL 2018 માં RR ની ટીમનો ભાગ રહેલા ખેલાડીએ ખરીદી RCB ની ટીમ!