મહિલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો દબદબો: બાંગ્લાદેશને 5 વિકેટે હરાવી સેમિફાઇનલ તરફ મજબૂત પગલું


ચેન્નાઈ સુપર કિંગ્સના લેફટી ફાસ્ટ બોલર ખલીલ અહેમદ માટે આ સિઝન કમબેક સિઝન સાબિત થઈ રહી છે. ઈજાના કારણે લાંબો સમય બહાર રહ્યા બાદ, તેને જે રીતે કમબેક કર્યું છે તે પ્રેરણાદાયી છે. ખલીલ પાસે ઇન્ટરનેશનલ ક્રિકેટનો એક્સપિરિયન્સ છે અને તેની પાસે બોલને બંને બાજુ સ્વિંગ કરવાની ક્ષમતા છે. ડેથ ઓવર્સમાં તેની ચોકસાઈ વધી છે, જે તેને હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં અથવા નવા કેપ્ટન હેઠળની ટીમમાં લેફટી પેસર તરીકે એક મજબૂત દાવેદાર બનાવે છે.
પ્રસિદ્ધ કૃષ્ણા આ સિઝનમાં તેના કરિયરના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા તેને 7 મેચમાં 12 વિકેટ લઈને પર્પલ કેપની રેસમાં પોતાનું સ્થાન સાતમા ક્રમે સુરક્ષિત કર્યું છે. પ્રસિદ્ધની હાઇટ અને તેની ઉછાળવાળી બોલિંગ (Extra Bounce) બેટ્સમેનો માટે આફત સમાન બની છે. અત્યાર સુધી માત્ર 5 T20I મેચ રમનાર આ બોલર હવે લાંબી રેસનો ઘોડો સાબિત થવા તૈયાર છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા કે સાઉથ આફ્રિકા જેવી બાઉન્સી પિચો પર તે ભારતનું બ્રહ્માસ્ત્ર બની શકે છે.



