DC vs GT Match: IPL 2026 હવે તેના સૌથી રોમાંચક પડાવ પર પહોંચી ચૂકી છે. આજે એટલે કે બુધવાર, 8 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ (DC) અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચે એક કાંટે કી ટક્કર જોવા મળવાની છે. ટુર્નામેન્ટની આ 14મી મેચ દિલ્હીના ઐતિહાસિક અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં સાંજે 07:30 વાગ્યે મેચનો પહેલા બોલ ફેંકાશે. જોકે, આ મેચ માત્ર પોઈન્ટ્સ ટેબલમાં ઉપર આવવા માટે નથી, પણ બંને ટીમોના મિડલ ઓર્ડરની અસલી કસોટી છે. અત્યાર સુધીની રમત પરથી એટલું તો સ્પષ્ટ છે કે, જે ટીમનો મધ્યમ ક્રમ મેદાનમાં ટકી જશે, બાજી તેના હાથમાં જશે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ અને પિચનો મિજાજ
ઈતિહાસના પાના ફેરવીએ તો ખબર પડે છે કે, દિલ્હી અને ગુજરાત વચ્ચેની લડાઈ હંમેશા રસાકસીભરી રહી છે. 20 runner-22માં ગુજરાત ટાઈટન્સની એન્ટ્રી થઈ ત્યારથી બંને ટીમોએ એકબીજાને બરાબરની ટક્કર આપી છે. 2024 સુધીના આંકડા જોઈએ તો, બંને વચ્ચે રમાયેલી 6 મેચોમાં પરિણામ 3-3ની બરાબરી પર છે. આ રેકોર્ડ જ સાબિતી છે કે, જ્યારે આ બંને ટીમો સામસામે હોય છે ત્યારે પ્રેક્ષકોને ફૂલ પૈસા વસૂલ મેચ જોવા મળે છે. દિલ્હી પોતાના હોમ ગ્રાઉન્ડ પર આક્રમક રહેવા જાણીતું છે, તો બીજી તરફ ગુજરાત પાસે મજબૂત ડેથ ઓવર્સ બોલિંગ અને મેચ ફિનિશ કરવાની અદભૂતના ક્ષમતા છે. હવે વાત કરીએ મેદાનના મિજાજની. દિલ્હીનું અરુણ જેટલી સ્ટેડિયમ તેની નાની બાઉન્ડ્રી અને ધીમી પિચ માટે પ્રખ્યાત છે. શરૂઆતમાં બેટ્સમેનો અહીં ખુલીને રમી શકે છે, એટલે 190થી વધુનો સ્કોર બનવો એ સામાન્ય વાત છે.
દિલ્હીનો પાવર: સમીર રિઝવી અને સ્ટબ્સનો તેવર
દિલ્હી કેપિટલ્સ માટે આ સીઝનની શરૂઆત ભલે થોડી નબળી રહી હોય, પણ અત્યારે તેમનો મિડલ ઓર્ડર ધમાકેદાર ફોર્મમાં છે. ખાસ કરીને યુવા ખેલાડી સમીર રિઝવી અને વિસ્ફોટક બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સે ટીમને નવું જોમ આપ્યું છે. લખનૌ સામેની મેચ યાદ કરો, જ્યારે દિલ્હીની ટીમ માત્ર 26 રનમાં 4 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી. ત્યારે 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે આવેલા સમીર રિઝવીએ 47 બોલમાં અણનમ 70 રન ફટકારીને આખી બાજી પલટી નાખી હતી. તેને સ્ટબ્સનો પણ અદભૂતના સાથ મળ્યો હતો. બીજી મેચમાં પણ રિઝવીએ પોતાનો જાદુ જાળવી રાખ્યો અને મુંબઈ ઈન્ડિયન્સ સામે 51 બોલમાં 90 રનની તોફાની ઈનિંગ રમી હતી. સ્પિનરો સામે લાંબી સિક્સરો ફટકારવાની તેની તાકાત આજની મેચમાં દિલ્હી માટે સૌથી મોટું હથિયાર બની શકે છે. આ સિવાય, અક્ષર પટેલની શાંત કેપ્ટનશિપ અને કેએલ રાહુલની મધ્યમ ક્રમમાં હાજરી દિલ્હીને લોખંડી મજબૂતી આપે છે. અનુભવી રાહુલની હાજરીથી અક્ષરને ફિલ્ડિંગ ગોઠવવામાં અને બોલિંગમાં ફેરફાર કરવામાં પણ ઘણી મદદ મળે છે.
ગુજરાત માટે મિડલ ઓર્ડર ફ્લોપ શો: ચિંતાનો વિષય
દિલ્હીની સરખામણીએ ગુજરાત ટાઈટન્સની સ્થિતિ થોડી અલગ છે. ઓપનર્સ ટીમને શાનદાર શરૂઆત અપાવી રહ્યા છે, પણ મિડલ ઓર્ડર પત્તાના મહેલની જેમ તૂટી રહ્યો છે. પંજાબ કિંગ્સ અને રાજસ્થાન વિરુદ્ધની મેચોમાં મજબૂત સ્થિતિમાં હોવા છતાં ગ્લેન ફિલિપ્સ, સુંદર અને રાહુલ તેવટિયા રન રેટ વધારવામાં નિષ્ફળ રહ્યા હતા.
શુભમન ગીલની વાપસી અને વ્યુહાત્મક જંગ
ગુજરાત માટે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે, કેપ્ટન શુભમન ગીલ ગરદનની ઈજામાંથી સાજો થઈ ગયો છે અને તે આજની મેચમાં વાપસી કરશે. ગીલની એન્ટ્રીથી ટીમનો આત્મવિશ્વાસ વધશે. આ ઉપરાંત, ટીમમાં સંતુલન લાવવા માટે જેસન હોલ્ડરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાની તૈયારી પણ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અક્ષર પટેલ પાવરપ્લેમાં જ કુલદીપ યાદવને ઉતારીને ગીલ અને સુદર્શનની ખતરનાક જોડીને તોડવાનો માસ્ટરપ્લાન તૈયાર કરી રહ્યો છે.
દિલ્હી કેપિટલ્સ (સંભવિત પ્લેઈંગ XI)
દિલ્હીની ટીમમાં આ વખતે મધ્યમ ક્રમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું સારું મિશ્રણ જોવા મળી રહ્યું છે.
કેએલ રાહુલ (વિકેટકીપર)
પથુમ નિસાંકા
નીતિશ રાણા
સમીર રિઝવી
ડેવિડ મિલર
ટ્રિસ્ટન સ્ટબ્સ
અક્ષર પટેલ (કેપ્ટન)
વિપરાજ નિગમ
કુલદીપ યાદવ
લુંગી એનગિડી
ટી. નટરાજન
મુકેશ કુમાર
ગુજરાત ટાયટન્સ (સંભવિત પ્લેઈંગ XI)
શુભમન ગિલની વાપસીથી ગુજરાતની બેટિંગ લાઇન-અપ ફરી મજબૂત બની છે.
શુભમન ગિલ (કેપ્ટન)
સાઈ સુદર્શન
જોસ બટલર (વિકેટકીપર)
વોશિંગ્ટન સુંદર
ગ્લેન ફિલિપ્સ
રાહુલ તેવટિયા
રાશિદ ખાન
કગિસો રબાડા / જેસન હોલ્ડર
પ્રસિદ્ધ કૃષ્ણા
મોહમ્મદ સિરાજ
અશોક શર્મા





