Home Sports Ipl 2025 Huge Lapse In Virats Security Fan Entered The Field Kohli Was Seen Running Away

કોહલીની સુરક્ષામાં ફરી મોટી ચૂક : મેદાનમાં ઘૂસ્યો ચાહક, ભાગતો જોવા મળ્યો કોહલી, VIDEO વાયરલ

કોહલીની સુરક્ષામાં ફરી મોટી ચૂક
Published by: OBS Bureau
Last Updated: Apr 14, 2025, 04:33 AM IST

IPL 2025 RR vs RCB: ગઈકાલે IPL 2025માં ડબલ હેડર જોવા મળ્યું. દિવસની પહેલી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચ દરમિયાન વિરાટ કોહલીની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી. જોકે સુરક્ષા કર્મચારીઓએ તે ચાહક વિરાટ સુધી પહોંચે તે પહેલાં જ તેને પકડી લીધો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યો છે.

વિરાટને મળવા માટે મેદાનમાં ઘુસ્યો ચાહક
વિરાટ કોહલી ગમે તે શહેરમાં રમવા જાય તેનું એક અલગ જ ફેન ફોલોઈંગ મળે છે. રાજસ્થાન રોયલ્સ અને આરસીબી વચ્ચેની મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. જ્યાં એક ચાહક કોહલીને મળવા માટે મેદાનમાં ઘુસી ગયો. ખરેખર મેચ પછી વિરાટ કોહલી રાજસ્થાન રોયલ્સ કોચ રાહુલ દ્રવિડ સાથે વાત કરતો જોવા મળ્યો હતો, જ્યારે એક ચાહક મેદાનમાં ઘૂસી ગયો અને વિરાટ કોહલી તરફ દોડ્યો અને ચાહકને પોતાની તરફ આવતો જોઈને કોહલી પણ તેની પાસેથી ભાગતો જોવા મળ્યો. આ પછી સુરક્ષા કર્મચારીઓએ ચાહકને પકડી લીધો અને તેને બહાર કાઢ્યો.



રાજસ્થાન સામે વિરાટે અડધી સદી ફટકારી
રાજસ્થાન રોયલ્સ સામે વિરાટ કોહલીએ શાનદાર અડધી સદી ફટકારી હતી. આ મેચમાં બેટિંગ કરતી વખતે કોહલીએ 45 બોલમાં 62 રનની અણનમ ઇનિંગ રમી, જેમાં 4 ચોગ્ગા અને 2 સિક્સરનો સમાવેશ થાય છે. આ કોહલીની સીઝન-૧૮ની ત્રીજી અડધી સદી છે.



આરસીબીએ મેળવી ચોથી જીત
આ મેચમાં RCB એ રાજસ્થાન રોયલ્સને 9 વિકેટથી હરાવ્યું. મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી બેટિંગ કરતી વખતે યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 75 રનની ઇનિંગ્સ રમી. આ ઉપરાંત ધ્રુવ જુરેલ 35 રન બનાવીને અણનમ રહ્યો.



આ પછી RCB એ 17.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 174 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. RCB વતી બેટિંગ કરતી વખતે ફિલ સોલ્ટે 33 બોલમાં 65 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. આ ઉપરાંત દેવદત્ત પડિકલ 40 રન બનાવીને અણનમ રહ્યા. આ RCBનો છઠ્ઠો મેચ હતો. આ RCBનો 6 મેચમાં ચોથો વિજય હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now