Home Sports Ipl 2025 4 Teams Claimed Playoffs 5 Teams Were In Bad Shape

IPL 2025 : 4 ટીમોએ ઠોક્યો પ્લેઓફમાં પહોંચવાનો દાવો, આ 5 ટીમોની છે ખરાબ હાલત

IPL 2025
Published by: OBS Bureau
Last Updated: Apr 09, 2025, 02:26 PM IST

IPL 2025 playoffs: IPL 2025 માં 4 ટીમો શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ ટીમોએ IPL 2025 પ્લેઓફ માટે પોતાનો દાવો ઠોક્યો છે.

IPL 2025ની લડાઈ ચાલુ છે. તમામ 10 ટીમો પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે સખત મહેનત કરી રહી છે. અત્યાર સુધી રમાયેલી મેચોમાં કેટલીક ટીમોએ સારું પ્રદર્શન કર્યું છે તો ઘણી ટીમોએ ખરાબ પ્રદર્શન કર્યું છે. દિલ્હી કેપિટલ્સ ઉપરાંત ગુજરાત ટાઇટન્સ, આરસીબી, પંજાબ કિંગ્સે પણ પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે દાવો કર્યો છે.

દિલ્હી હાલ પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે ટોપ પર છે. તેણે રમેલી તમામ 3 મેચ જીતી છે. GT 4 મેચમાં 3 જીત સાથે બીજા સ્થાને છે, જ્યારે RCB પણ 4 મેચમાં 3 જીત સાથે પ્લેઓફની રેસમાં છે. ચોથા નંબર પર પંજાબ કિંગ્સ છે, જેણે 4માંથી 3 મેચ જીતી છે.

આ સિવાય LSG, KKR, RR, MI, CSK અને SRHની હાલત ખરાબ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now