Home Sports Indian Team Announcement For The Ind Vs Eng Series This Player Makes A Comeback

ટીમ થઈ જાહેર : IND vs ENG સીરિઝ માટે ભારતીય ટીમનું થયું એલાન, આ ખેલાડીની થઈ વાપસી

ટીમ થઈ જાહેર
Published by: OBS Bureau
Last Updated: Jan 11, 2025, 04:56 PM IST

ઈંગ્લેન્ડ સામેની ભારતની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 22 જાન્યુઆરીથી આ સિરીઝ થવા જઈ રહી છે. આ વખતે ટીમ ઈન્ડિયા સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં રમશે. આ સાથે જ આ વખતે ટીમમાં દિગ્ગજ બોલર મોહમ્મદ શમીની વાપસી થઈ છે. શમી ઈંગ્લેન્ડની સામે રમતા નજર આવશે. સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા અને વરુણ ચક્રવર્તીને પણ ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. અક્ષર પટેલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ પણ ટીમ ઈન્ડિયાનો ભાગ છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝ રમવામાં આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શનિવારે રાત્રે માર ટી20 ટીમની જાહેરાત કરી છે. વન ડે સિરીઝ અને ચેમ્પિયનશિપ ટ્રોફી માટે બાદમાં ટીમનું એલાન થશે. શમી લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર હતા. પરંતુ હવે તેમની વાપસી થઈ ગઈ છે. શમી ઈજાના કારણે ક્રિકેટથી દૂર હતા. પરંતુ હાલમાં તેણે સ્થાનિક મેચમાં સારું પ્રદર્શન કર્યું છે અને હવે તેઓ ટીમ ઈન્ડિયામાં સામેલ થઈ ગયા છે.

BCCIએ શુભમન ગિલ અને ઋષભ પંતને બ્રેક આપ્યો છે. આ બંને ખેલાડી T20 ટીમનો ભાગ નથી. પરંતુ ODI અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી શકે છે. પરંતુ આ અંગે સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. યશસ્વી જયસ્વાલ પણ T20 ટીમ ઈન્ડિયાનો ભાગ નથી.

ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ભારતની ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ. , મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર).

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now