Home Sports Indian Opener Smriti Mandhana Will Write New History And Break Gills Record As Soon As She Scores 62 Runs

શુભમન ગિલનો મહારેકોર્ડ જોખમમાં! : ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના 62 રન બનાવતાં જ લખી દેશે નવો ઇતિહાસ અને તોડશે ગિલનો રેકોર્ડ

શુભમન ગિલનો મહારેકોર્ડ જોખમમાં!
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2025, 05:21 AM IST

IND-W vs SL-W 5th T20: ભારત અને શ્રીલંકા મહિલા ટીમ વચ્ચે આજે પાંચમી T-20 મેચ રમાશે. સ્મૃતિ મંધાના જો આજે 62 રન બનાવે તો આ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાના મામલે શુભમન ગિલનો રેકોર્ડબ્રેક કરી દેશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાસે પાંચમી T-20 જીતીને શ્રીલંકાનો વ્હાઇટ વોશ કરવાનો મોકો છે. ભારતીય ટીમે 4-0થી અજેય આગેવાની બનાવી રાખી છે. સ્મૃતિ મંધાના પણ શુભમન ગિલનો રેકોર્ડ તોડીને આ વર્ષે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી (પુરુષ અને મહિલા) બની શકે છે. તેમની પાસે માત્ર એક જ મેચ બાકી છે. શ્રીલંકા સામેની શરૂઆતની ત્રણ T-20 મેચોમાં સ્મૃતિ મંધાનાનું બેટ નહોતું ચાલ્યું. તેમણે અનુક્રમે 25, 14 અને 1 રન બનાવ્યા હતા. ચોથી મેચમાં તેમનું બેટ ખૂબ ચાલ્યું. તેમણે 48 બોલમાં આક્રમક અંદાજમાં 80 રન બનાવ્યા. 166.67ની સ્ટ્રાઇક રેટથી રમેલી આ ઇનિંગમાં મંધાનાએ 3 છક્કા અને 11 ચોક્કા માર્યા હતા.

આ મામલે ગિલને પાછળ છોડી શકે છે સ્મૃતિ

સ્મૃતિ મંધાનાએ 2025માં 1709 રન બનાવ્યા છે. આ વર્ષે તેમની એક ઇનિંગ બાકી છે. આમાં તેઓ શુભમન ગિલને કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાના (ત્રણેય ફોર્મેટમાં) મામલે પાછળ છોડી શકે છે. ગિલ હાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ વર્ષે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેમણે 35 મેચની 42 ઇનિંગમાં 1764 રન બનાવ્યા છે. આમાં 7 સદી અને 3 અર્ધસદીનો સમાવેશ થાય છે.

2025માં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન (પુરુષ ક્રિકેટર)

  • શુભમન ગિલ - 1764

  • શાઇ હોપ - 1760

  • જો રૂટ - 1613

  • બ્રાયન જોન -1585

  • સલમાન અલી આગા- 1569

આ રેકોર્ડબ્રેક કરવા માટે સ્મૃતિને જોઈએ 62 રન

ભારતીય મહિલા વિરુદ્ધ શ્રીલંકા મહિલા પાંચમી T-20 તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. કેલેન્ડર વર્ષ 2025માં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવવાના મામલે સ્મૃતિ મંધાનાને શુભમન ગિલનો રેકોર્ડ તોડવા માટે 62 રન બનાવવાના છે. મંધાનાના આંતરરાષ્ટ્રીય કરિયરની વાત કરીએ તો તેમણે ભારત માટે 7 ટેસ્ટ, 117 વનડે અને 159 T-20 મેચ રમી છે. આમાં તેમના નામે અનુક્રમે 629, 5322 અને 4102 રન છે. T-20 આંતરરાષ્ટ્રીયની વાત કરીએ તો સ્મૃતિ 1 સદી અને 32 અર્ધસદી રમી ચૂકી છે.

IND-W vs SL-W મેચની લાઇવ સ્ટ્રીમિંગ કયા થશે?

જિયો હોટસ્ટાર એપ અને વેબસાઇટ પર ભારતીય મહિલા વિરુદ્ધ શ્રીલંકા મહિલા મેચની લાઇવ સ્ટ્રીમિંગ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now