Indian Navy : ભારતીય નેવીમાં કારકિર્દી બનાવીને દેશની સેવા કરવા ઈચ્છતા યુવાનો માટે એક ખૂબ જ મોટા અને આનંદના સમાચાર આવ્યા છે. ભારતીય નેવી દ્વારા 10+2 (B.Tech) કેડેટ એન્ટ્રી જાન્યુઆરી 2027 બેચ માટે ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની સૌથી ખાસ વાત એ છે કે, ઉમેદવારોએ કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા આપવાની રહેશે નહીં. લાયક ઉમેદવારો માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જાણો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી.
ભરતીની મહત્વની તારીખો
ભારતીય નેવીમાં આ સ્કીમ હેઠળ જોડાવા માટે ઓનલાઇન અરજી કરવાની વિન્ડો 29 મે, 2026 ના રોજ ખોલવામાં આવી છે. રસ ધરાવતા અને તમામ લાયકાત ધરાવતા ઉમેદવારો આગામી 18 જૂન, 2026 સુધીમાં પોતાની ઓનલાઇન અરજી સબમિટ કરી શકે છે. છેલ્લી ઘડીની ભીડથી બચવા માટે સમયસર અરજી કરી લેવી હિતાવહ છે.
ખાલી જગ્યાઓની વિગત
આ ભરતી ઝુંબેશ દ્વારા ભારતીય નેવીમાં કુલ 60 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં મુખ્યત્વે બે અલગ-અલગ શાખાઓનો સમાવેશ થાય છે. મિકેનિકલ એન્જિનિયરિંગ શાખા માટે 30 જગ્યાઓ અને ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ શાખા માટે 30 જગ્યાઓ રાખવામાં આવી છે.
જરૂરી શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે ધોરણ 10 અથવા ધોરણ 12 માં ઓછામાં ઓછા 50% માર્ક્સ મેળવેલા હોવા જોઈએ. આ ઉપરાંત, ધોરણ 12 માં ભૌતિકશાસ્ત્ર (Physics), રસાયણશાસ્ત્ર (Chemistry), ગણિત (Mathematics) અને અંગ્રેજી (English) વિષયોમાં ઓછામાં ઓછા 70% સ્કોર હોવો ફરજિયાત છે. સાથે જ, ઉમેદવારે JEE (Main) પરીક્ષા આપેલી હોવી જરૂરી છે.
AI અને Machine Learning માટે ગુજરાતમાં મોટી તક!: કોલેજોમાં ઉમેરાઈ 1,500 નવી બેઠકો
અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ
જે ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગે છે, તેઓએ ઓનલાઇન માધ્યમથી જ અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારે ભારતીય નેવીની સત્તાવાર વેબસાઇટ www.joinindiannavy.gov.in પર જઈને પોતાનું ફોર્મ ભરવાનું રહેશે. અન્ય કોઈ માધ્યમથી મોકલેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં.
ઓનલાઇન અરજી કરવાની રીત
સૌપ્રથમ નેવીની સત્તાવાર વેબસાઇટ www.joinindiannavy.gov.in ઓપન કરો.
હોમપેજ પર આપેલા 'ઓનલાઇન ઇ-એપ્લિકેશન' (Online E-Application) ની લિંક પર ક્લિક કરો.
હવે તમારી સામે એક અરજી ફોર્મ ખુલશે, તેમાં માંગવામાં આવેલી તમામ વિગતો ધ્યાનપૂર્વક ભરો.
તમારે તમારા ધોરણ 10 અને 12 ની માર્કશીટ મુજબની સાચી વિગતો દાખલ કરવાની રહેશે.
ત્યારબાદ, જરૂરી દસ્તાવેજોને JPG અથવા TIFF ફોર્મેટમાં સ્કેન કરીને અપલોડ કરો.
ફોર્મ બરાબર ચેક કર્યા પછી સબમિટ કરો અને ભવિષ્યના રેકોર્ડ માટે તેની પ્રિન્ટઆઉટ કાઢી લો.
'જો 21 જૂને ફરી પેપર ફૂટશે, તો સીધું PM મોદીનું રાજીનામું માંગીશું': NEET વિવાદ મુદ્દે દિગ્વિજય સિંહની ખુલ્લી ચીમકી
પસંદગીની સંપૂર્ણ પ્રક્રિયા
આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી કોઈપણ લેખિત પરીક્ષા વગર કરવામાં આવશે. અરજી કરનાર ઉમેદવારોના ધોરણ 12 ના માર્ક્સ અને JEE (Main) ના રેન્કના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને SSB (સર્વિસિસ સિલેક્શન બોર્ડ) ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યુ પાસ કરનાર ઉમેદવારોનો મેડિકલ ટેસ્ટ લેવાશે અને તેના આધારે ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર કરીને નોકરી આપવામાં આવશે.





