Home Sports Indian Captains Yet To Score A Double Digit Score In T20 World Cup Finals History

T20 World Cup Final : ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે ખતરાની ઘંટી? શું ફાઈનલમાં SKY કરશે કમાલ?

T20 World Cup Final
Published by: OBS Bureau
Last Updated: Mar 08, 2026, 06:17 AM IST

T20 World Cup 2026 Final: ટી20 વિશ્વકપ 2026ની ફાઇનલ મેચ આજે 8 માર્ચ, 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ત્રીજી વખત ટી20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચવાની તૈયારીમાં છે. આ સાથે જ ભારત પહેલી વખત ટાઇટલ ડિફેન્ડ કરવાનો પણ પ્રયાસ કરશે તેનું દબાણ પણ ટીમની સાથો સાથ કેપ્ટન સુર્ય કુમાર યાદવ પર હશે. કારણ કે ટીમ ઈન્ડિયા 2024માં જીતેલી વર્લ્ડ કપની ટ્રોફીને આ વખતે પણ પોતાના નામે કરવા માગે છે.

ફાઈનલમાં ફ્લોપ છે કેપ્ટનનો રેકોર્ડઃ

પરંતુ ફાઇનલમાં ભારતીય કેપ્ટનોનો બેટિંગ રેકોર્ડ એક ખરાબ ટ્રેન્ડ તરીકે સામે આવ્યો છે. ટી20 વર્લ્ડ કપની અત્યાર સુધીની ત્રણ ફાઇનલમાં ભારતીય કેપ્ટને બેટથી નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. આ ત્રણેય મેચમાં કેપ્ટને કુલ માત્ર 19 રન બનાવ્યા છે અને કોઈ પણ કેપ્ટન બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો નથી.

1) 2007 ફાઇનલ (ભારત vs પાકિસ્તાન): એમએસ ધોનીએ માત્ર 6 રન બનાવ્યા, પરંતુ ભારતે મેચ જીતીને પહેલી ટ્રોફી મેળવી.

2) 2014 ફાઇનલ (ભારત vs શ્રીલંકા): ધોનીએ 7 બોલમાં 4 રન બનાવીને અણનમ રહ્યા, પરંતુ ભારત હાર્યું.

3) 2024 ફાઇનલ: રોહિત શર્માએ 5 બોલમાં 9 રન બનાવ્યા, પરંતુ ભારતે ટ્રોફી જીતી.

આ ટ્રેન્ડને જોતાં ફેન્સ અને નિષ્ણાતોની નજર સૂર્યકુમાર યાદવ પર છે. શું સૂર્યા આ ખરાબ ટ્રેન્ડને તોડી શકશે અને ફાઇનલમાં શાનદાર બેટિંગ કરીને ટીમને મજબૂતી આપશે?

સૂર્યકુમારનું ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શનઃ

આ ટુર્નામેન્ટમાં સૂર્યકુમાર યાદવે ભારતીય ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. 8 મેચમાં 34.57ની એવરેજથી 242 રન ફટકાર્યા છે, જેમાં એક અડધી સદી પણ સામેલ છે. તેમની આક્રમક બેટિંગ અને કેપ્ટન તરીકેની શાંત અને સ્માર્ટ લીડરશિપને કારણે ટીમ ફાઇનલ સુધી પહોંચી છે. ન્યૂઝીલેન્ડ સામેની આ મેચમાં જો સૂર્યા ફરી એકવાર કમાલ કરે તો ન માત્ર ટ્રેન્ડ તૂટશે પણ ભારત ત્રીજી વખત ચેમ્પિયન બનવાની મજબૂત દાવેદાર બની જશે.

આ મેચમાં ભારત માટે ત્રણ મોટા રેકોર્ડ્સ તોડવાની તક છે:

1) પહેલી ટીમ તરીકે ટાઇટલ ડિફેન્ડ કરવું

2) ત્રીજી વખત ટી20 વર્લ્ડ કપ જીતવું (કોઈ ટીમે આ સિદ્ધિ હાંસલ કરી નથી)

3) ઘરઆંગણે ટ્રોફી જીતવી

ન્યૂઝીલેન્ડ પણ પોતાની પહેલી ટી20 વર્લ્ડ કપ ટ્રોફી મેળવવા માટે પૂરેપૂરી તૈયાર છે. મેચનું પરિણામ જે પણ હોય, પરંતુ સૂર્યકુમાર યાદવની બેટિંગ આ ઐતિહાસિક મુકાબલાને વધુ રોમાંચક બનાવી શકે છે. શું સૂર્યા આજે ખતરાની ઘંટીને તકમાં ફેરવી દેશે? ફેન્સ બસ એની રાહ જોઈ રહ્યા છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now