Home Automobile India Worlds Largest Motorcycle Market 2026 Stats China Pakistan Comparison

ભારત બન્યું વિશ્વનું સૌથી મોટું મોટરસાઈકલ માર્કેટ : દેશમાં છે 22 કરોડથી વધુ બાઈક્સ, ચીન અને પાકિસ્તાન તો રેસમાં ક્યાંય નથી!

ભારત બન્યું વિશ્વનું સૌથી મોટું મોટરસાઈકલ માર્કેટ
Published by: OBS Bureau
Last Updated: Jan 11, 2026, 02:15 AM IST

ભારત અત્યારે માત્ર વસ્તીમાં જ નહીં પરંતુ વાહનોના મામલે પણ વિશ્વમાં ડંકો વગાડી રહ્યું છે. તાજેતરના આંકડા મુજબ ભારત અત્યારે વિશ્વનું સૌથી મોટું મોટરસાઈકલ માર્કેટ બની ગયું છે. આ બાબતે ભારતે ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશોને જોજનો પાછળ છોડી દીધા છે. ભારતીયોનો ટુ-વ્હીલર પ્રત્યેનો આ લગાવ દેશના અર્થતંત્ર અને લોકોની બદલાતી જીવનશૈલીનું પ્રતિબિંબ પાડે છે.

દેશમાં 22 કરોડથી વધુ બાઈક્સનો કાફલો

તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના રસ્તાઓ પર અત્યારે કુલ 22 કરોડ 10 લાખથી વધુ મોટરસાઈકલ દોડી રહ્યા છે. આ આંકડો વિશ્વમાં સૌથી મોટો છે. ભારતની સરખામણીએ ચીનમાં મોટરસાઈકલની સંખ્યા ત્રીજા ભાગની છે, જ્યારે પાકિસ્તાન તો ભારત કરતા 9 ગણું પાછળ છે. આ આંકડા ભારતની વધતી જતી ખરીદશક્તિ અને પરિવહનની જરૂરિયાતોને સ્પષ્ટ કરે છે.

વિશ્વના ટોપ 10 દેશોમાં કોણ ક્યાં?

વિશ્વમાં સૌથી વધુ મોટરસાઈકલ ધરાવતા ટોપ 10 દેશોની યાદી નીચે મુજબ છે:

  1. ભારત: 22 કરોડ 10 લાખ

  2. ઇન્ડોનેશિયા: 11 કરોડ 20 લાખ

  3. ચીન: 8 કરોડ 50 લાખ

  4. વિયેતનામ: 5 કરોડ 80 લાખ

  5. પાકિસ્તાન: 2 કરોડ 50 લાખ

  6. થાઇલેન્ડ: 2 કરોડ 16 લાખ

  7. મલેશિયા: 1 કરોડ 49 લાખ

  8. સાઉદી અરેબિયા: 1 કરોડ 42 લાખ

  9. તાઈવાન: 1 કરોડ 40 લાખ

  10. બ્રાઝિલ: 1 કરોડ 29 લાખ

ભારતમાં કઈ બાઈક્સનું છે વર્ચસ્વ?

ભારતીય માર્કેટમાં છેલ્લા 25 વર્ષથી Hero Splendor સૌથી વધુ વેચાતી મોટરસાઈકલ તરીકે પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે. મધ્યમ વર્ગના કરોડો લોકોની આ પહેલી પસંદ છે. આ ઉપરાંત Hero HF Deluxe, Honda Shine અને Honda SP જેવી બાઈક્સ પણ ખૂબ લોકપ્રિય છે. સ્પોર્ટી લુક માટે Bajaj Pulsar અને TVS Apache શ્રેણીની ભારે માંગ રહે છે. તો બીજી તરફ, પ્રીમિયમ સેગમેન્ટમાં Royal Enfield નો દબદબો છે, જેની સાથે હવે Harley Davidson અને Triumph જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ પણ ભારતીય યુવાનોને આકર્ષી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now