Home International India Weather Update Heavy Snowfall In J And K Himachal Uttarakhand Rain In Delhi Ncr Up Rajasthan Punjab Haryana

ઉત્તર ભારતમાં હવામાનમાં ફેરફાર : જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલમાં ભારે હિમવર્ષા

ઉત્તર ભારતમાં હવામાનમાં ફેરફાર
Published by: OBS Bureau
Last Updated: Mar 01, 2025, 05:30 AM IST

છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યાં છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાને કારણે સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે 200થી વધુ રસ્તાઓ અવરોધિત થયા છે.

હિમાચલ પ્રદેશમાં કુલ્લુ, સ્પીતિ-લાહૌલ, કિન્નૌર, ચંબા અને શિમલાના રસ્તાઓ ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ભારે હિમવર્ષાને કારણે ચંબા અને મનાલીમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. પર્વતોમાં બરફવર્ષાની અસર સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી રહી છે. પંજાબ, હરિયાણા અને દિલ્હી-એનસીઆરના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારની સાંજે (28 ફેબ્રુઆરી, 2025) દિલ્લી-એનસીઆરમાં વરસાદ પડ્યો હતો. શનિવારથી હવામાન સાફ રહેવાની અપેક્ષા છે અને આગામી ચારથી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી.

પંજાબ અને હરિયાણામાં તાપમાન સામાન્યથી નીચે રહ્યું હતું. પંજાબ અને હરિયાણાની સંયુક્ત રાજધાની ચંદીગઢમાં 10.9 મીમી વરસાદ નોંધાયો છે. ચંદીગઢ સહિત બંને રાજ્યોમાં ગુરુવાર (27 ફેબ્રુઆરી) ની સરખામણીએ લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વીજળી અને ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. આ શક્યતાઓ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હવામાન મોટાભાગે શુષ્ક રહેશે અને છૂટાછવાયા વરસાદ પડશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારની સાંજે (28 ફેબ્રુઆરી, 2025) દિલ્લી-એનસીઆરમાં વરસાદ પડ્યો હતો જ્યારે શનિવારથી હવામાન સાફ રહેવાની અપેક્ષા છે અને આગામી ચારથી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. વરસાદ ન પડે તો પણ તાપમાનમાં વધારો થશે.

ઉત્તરકાશીમાં રુદ્રપ્રયાગ અને લેહમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે તાપમાનમાં મોટો ઘટાડો થયો છે. ગંગોત્રી, મુખબા, હર્ષિલ, બાગોરીમાં ભારે હિમવર્ષા થઈ હતી. તાપમાનમાં ઘટાડો ખેડૂતો માટે સારા સમાચાર છે કારણ કે તેનાથી પાકમાં સુધારો થવાની અપેક્ષા છે.

IMDના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે વરસાદ અને ગાજવીજ હજુ પણ થોડા સમય માટે ચાલુ રહેવાની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારે હિમવર્ષાને કારણે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ